________________
કલ્પસૂત્ર
குழுழுழுழுழுழுழுழுகுழுழுழுழுழுழுழுழுகு!
વિચરતા એવા પ્રભુ મહાવીરદેવ ક્યારેક ગંગા નદીના કિનારેથી જતા હતા. ત્યાં ઝીણી માટીમાં પ્રભુના પગલા પડેલા. તેમાં ચક્ર, ધ્વજ, અંકુશ વગેરે અંકિત થયેલા જોઇને પુષ્પ નામના સામુદ્રિકને થયું કે અહીંથી કોઇ ચક્રવર્તી એકલો જઇ રહેલ છે, તેની પાસે જઇને હું તેની સેવા કરૂં જેથી મારૂં દારિદ્રય ચાલ્યું જાય. આવું વિચારી તે શીવ્રતાથી પ્રભુ પાસે આવ્યો, પરંતુ પ્રભુને જોઇને તેણે વિચાર્યું કે હું અત્યંત કષ્ટ વેઠીને ફોગટ જ સામુદ્રિક શાસ્ત્ર ભણ્યો. આવી રીતે મહાન લક્ષણોને ધરનારા પુરૂષ પણ આ રીતે વ્રતકષ્ટ કરતા દેખાય છે તો સામુદ્રિક શાસ્ત્રો બધાં અસત્ય જણાય છે. તેથી એ શાસ્ત્રને પાણીમાં જ નાંખી દઉં, સામુદ્રિક પુષ્પના આ વિચારોને ન ૐ અવધિજ્ઞાનનો ઉપયોગ દેનારા ઇન્દ્રે જાણ્યા કે તરત ત્યાં આવીને પુષ્પને કહેવા લાગ્યા કે હે પુષ્પ ! તું સામુદ્રિક શાસ્ત્રના અભ્યાસનો ખેદ ન કર, એ શાસ્ત્રો સાચાં જ છે. આ ઉત્તમ પુરૂષ ( ત્રણ લોકના નાથ સુરાસુર નરેન્દ્ર પૂજિત છે. થોડા જ કાળમાં કેવળજ્ઞાન પામી તીર્થંકર પરમાત્મા થાશે. એમનું શરીર રોગ, મેલ અને પરસેવા રહિત છે. એમના શરીરમાં માંસ અને રૂધિર શ્વેત દૂધ સરખાં છે. એમના શ્વાસોશ્વાસ સુગંધી છે. એવા અગણિત ગુણોથી શોભતા એ પ્રભુના ગુણોને ગણવા કોણ સમર્થ છે? એ રીતે જિનગુણોને સ્તવીને ઇન્દ્ર પુષ્પ નિમિત્તિઆને મણિ, કુંડલ, સુવર્ણાદિ આપી સમૃદ્ધ કરીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. પુષ્પ સામુદ્રિક પણ આનંદિત થઇ પોતાના દેશમાં ગયો. પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
Jain Education international
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સર્વવિરતિ સ્વીકાર્યા બાદ છદ્મસ્થ કાળના લગભગ સાડાબાર વર્ષ સુધી શરીર ઉપરની મમતાને ત્યજીને વિચરતા રહ્યા. એ સમયમાં પ્રભુને જે કોઇ દેવ સંબંધી, મનુષ્ય સંબંધી, અને તિર્યંચ સબંધી ભોગ, પ્રાર્થના વગેરે અનુકૂળ ઉપસર્ગો કે તાડના તર્જનાદિ પ્રતિકૂળ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને પ્રભુએ ક્રોધ વિના, દીનતા વિના, નિશ્ચલ રહીને નિર્ભયતાથી સહન કર્યા. દેવ, મનુષ્ય, તિર્યંચોએ કરેલા ઉપસર્ગો કેવા થયા અને પ્રભુએ તેને કેવી રીતે રહી સહન કર્યા તેનું અહીં સંક્ષિપ્ત વર્ણન કરે છે.
E!
For Personal & Private Use Only
FRE
વ્યાખ્યાન
દ
૧૭૫
www.jainalarary clg