________________
કલ્પસૂત્ર
குதிதிழுதழுகுகுகுழுது
Jain Education International
ચોવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થંકર થાય એવો જીવ આ પર્ષદામાં છે ? ભગવંતે કહ્યું કે' તમારો પુત્ર મિરિચ આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં છેલ્લા તીર્થંકર મહાવીર નામે થાશે. મહાવિદેહક્ષેત્રમાં મુક્કા રાજધાનીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થાશે. અને આ ભરતક્ષેત્રમાં ત્રિપુષ્ટ નામે પ્રથમ વાસુદેવ થાશે. આ સાંભળી ભરત મહારાજા અત્યંત આનંદીત થઇ મિરિચ પાસે જઇ ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરીને બોલ્યા, હે મરિચિ ! હું તારા આ પરિવ્રાજકપણાને વંદન કરતો નથી, પરંતુ તું આ ચોવીશીમાં ચોવીશમો તીર્થંકર થાશે તે તારા તીર્થંકરપણાને હું વંદન કરૂં છું. તું તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ થઇશ. માટે જેટલા લાભ છે તે તેં મેળવ્યા છે. એમ પ્રશંસા કરતા ભરત પોતાને સ્થાને ચાલ્યા ગયા. પછી મરિચિ ભરતે કરેલ પ્રશંસા સાંભળી ખૂબ જ આનંદમાં આવી જઇ કહેવા લાગ્યા કે મારું કુળ કેવું ઊંચુ, મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા ( પ્રથમ ચક્રવર્તી અને હું પણ પ્રથમ વાસુદેવ થઇશ. અહો! મારું કુળ ઘણું ઊંચું છે. અહો! હું તીર્થંકર થઈશ, ચક્રવર્તી થઈશ અને વાસુદેવ પણ થઈશ. મારું કુળ કેવું ઊંચું છે, હું કેવો ભાગ્યશાળી છું. વગેરે બોલતાં રિચિએ નીચ ગોત્રકર્મ બાંધ્યું કારણ કે શાસ્ત્રોમાં જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરનાર જીવો જે બાબતનો મદ કરે એ વસ્તુ બીજા ભવમાં હીનતાવાળી મેળવે છે, એમ કહેલ છે. હવે ભગવાન મોક્ષે ગયા પછી પણ મિચિ સાધુઓ સાથે જ ફરવા લાગ્યો. અને ઉપદેશ શક્તિથી પ્રતિબોધ પામેલા માણસોને સાધુઓના જ શિષ્યો બનાવવા લાગ્યો. ક્યારેક મરિચિના શરીરે રોગ ઉત્પન્ન થયો. માંદા પડેલા તેની સેવા એના અવિરતિપણાને કારણે કોઇ પણ સાધુ કરતા નહીં. તેથી મરિચિને વિચાર આવ્યો કે આ સાધુઓ મારા પરિચિત છે. મેં ઘણાંને પ્રતિબોધી એમની પાસે મોકલી દીક્ષિત કર્યા. છતાં તેઓ મારી માંદગીમાં પણ મારી કોઇ સેવા કરતા નથી. અરે ! મેં આ ખોટો વિચાર કર્યો. એ સાધુઓ મહાસંયમી છે. હું પણ જો સંયમી હોત તો મારી તેઓ આ સમયે સુંદર સેવા કરત. પરંતુ મેં તો ચારિત્ર મૂકી દીધું છે તો અસંયમી એવા મારી તેઓ સેવા કેમ કરે ? મારાથી એઓ મારી સેવા કરે એ વિચારણા પણ કરાય નહીં, મારે આવા માંદગીના પ્રસંગે સેવા કરે તેવો એક શિષ્ય
For Personal & Private Use Only
HE
વ્યાખ્યાન
૨
૭૫
www.jainelibrary.org