________________
કલ્પસત્ર
14444444444444
બનેલ હતું, જાજવલ્યમાન લટકતી દીવ્ય ગુંથેલી ફૂલોની માળાઓવાળું હતું. વૃક, વૃષભ, અશ્વ, છે વ્યાખ્યાન મનુષ્ય, મગર, પક્ષીઓ, સર્પો, કિન્નરો, કસ્તૂરી, મૃગલાઓ, અષ્ટાપદો, ચમરી ગાયો, સંસક્ત નામે શું અરણ્ય પશુઓ, હાથીઓ, અશોકલતા વગેરે વનની વેલડીઓ અને કમલિનીઓ, એ સર્વે )
વસ્તુઓનાં ચિત્રો જેમાં ચીતરેલાં હતાં એવું હતું, જેમાં વાજિંત્રો સહિત ગાંધર્વોનાં ગીતો ગવાઈ કે કે રહ્યાં હતાં એવું હતું. સદા પાણીથી ભરેલ, વિપુલ મેઘની ગર્જના સમાન દેવ દુંદુભિના મોટા ટે
શબ્દથી સમગ્ર જીવલોકને ભરી દેતું હોય તેવું લાગતું હતું. કૃષ્ણાગુરુ, શ્રેષ્ઠ કુંદક, સેલારસ અને રે દશાંગાદિ બળતા ધૂપોને લીધે તથા બીજા સુગંધી દ્રવ્યોને લીધે, સુગંધથી મહેકી રહેલ હતું, તેથી ચારે તરફ ફેલાયેલ સુગંધથી સુગંધિત અને મનોહર હતું. તે નિરંતર પ્રકાશિત અને ઉજ્વલ
કાન્તિવાળું હતું. ઉત્તમ દેવોના નિવાસથી સુશોભિત તથા શાતા વેદનીયના ઉપભોગવાળું તથા ) વિમાનોમાં ઉત્તમ પુંડરિક સમાન હતું. એવા શ્રેષ્ઠ વિમાનને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં દીઠું. F કે પછી ત્રિશલા રાણીએ તેરમા સ્વપ્નમાં રત્નરાશિને જોયો. એ રત્નરાશિ પુલકરત્ન, વજન, કે
નીલરત્ન, સમ્યકરત્ન, કર્કતનરત્ન, લોહિતાક્ષરત્ન, મરતરત્ન, મસારગલરત્ન, અંજનરત્ન, પ્રવાલરત્ન, સ્ફટિકરત્ન, સૌગંધિકરત્ન, હંસગર્ભરત્ન, ચંદ્રપ્રભારત્ન અને એવા બીજી જાતોના પણ રત્નોથી પૃથ્વીતલ ઉપર રહ્યો છતો ગગનમંડલના અંત સુધી પ્રકાશ કરનાર હતો. અને મેરુપર્વત સમાન ઊંચો લાગતો હતો. એવા રત્નના રાશિને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં જોયો.
પછી ત્રિશલા રાણીએ ચૌદમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિને જોયો. જે અગ્નિ ઘણા લેત એવા શું ઘી અને પીળા મધથી સિંચિત થવાથી ધૂમાડા રહિત ધગધગતી જાજવલ્યમાન જવાળાઓથી ઉજ્જવલ હોવાથી મનોહર હતો. એકબીજાથી ઊંચી ઊંચી અને કેટલીક નીચી નીચી જવાળાઓ તથા એકબીજાની અંદર જાણે પ્રવેશ કરતી હોય એવી જ્વાળાઓવાળો એ અગ્નિ હતો. વળી જવાળાઓના અધિક બળવાથી તે અગ્નિ જાણે આકાશને પકાવતો હોય એવો અને અત્યંત વેગથી ચપળ દેખાતો હતો. એવા અગ્નિને ત્રિશલા રાણીએ ચૌદમા સ્વપ્નમાં જોયો.
444444
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org