________________
કલ્પસૂત્ર
FEE
જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓના અને નૃત્ય કરનારાઓના નૃત્ય ચાલુ રાખવામાં આવ્યા, તેમ અનેક દર્શનીય પ્રસંગો ગોઠવવામાં આવ્યા. નિરંતર અનેક વાજિંત્રોના સુંદર અવાજો ચાલુ ન રાખવામાં આવ્યા, પુષ્પમાળાઓ કરમાયા વિનાની તાજી રાખવામાં આવી. એ નગરના તેમજ દેશના બધા માણસોને આનંદપ્રમોદ થયા કરે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી. પુત્રજન્મનો આ દશ દિવસનો મહોત્સવ ઉત્કૃષ્ટ થયો. એ દશ દિવસના મહોત્સવમાં સિદ્ધાર્થ રાજાએ સેંકડો, હજારો, અને લાખો યાગો એટલે તીર્થંકર દેવોની પ્રતિમાઓની પૂજા કરાવી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભક્ત-શ્રાવક સિધ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી હતાં તેથી અહીં ‘યાગ’ શબ્દનો અર્થ જિન પ્રતિમાઓની પૂજા જ સમજવાની છે. ‘યજ્ ધાતુનો અર્થ દેવ પૂજા થાય છે.’' આ પૂજા કરાવવા સાથે સિધ્ધાર્થ રાજા દશ દિવસ સુધીના મહોત્સવમાં વિવિધ પ્રકારના દાનોને અને દેવોની
માનતાઓના દ્રવ્યાદિને દેતા અને દેવરાવતા હતા. સેંકડો, હજારો, લાખો વધામણાંઓને એટલે ભેટોને સ્વીકારતા અને સ્વીકારાવતા હતા. વળી પ્રભુના માતાપિતાએ પહેલા દિવસે પુત્રજન્મને યોગ્ય એવી કુળમર્યાદા પ્રમાણે અનુષ્ઠાન કર્યું, ત્રીજા દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવવાનો ઉત્સવ કર્યો.
HE
Jain Education International
ચન્દ્ર-સૂર્ય દર્શન કરાવવાનો વિધિ એવો છે કે, ગૃહસ્થ ગુરુ અરિહંત પ્રભુની પ્રતિમાની આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલ ચન્દ્રની મૂર્તિને સ્થાપિત કરવાની વિધિ કરી સ્થાપન કરીને પૂજીને પછી બાળક તથા બાળકની માતાને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરાવી ચન્દ્રોદય સમયે પ્રત્યક્ષપણે માતા અને પુત્રને ચન્દ્ર સન્મુખ બેસાડી આ રીતે મંત્ર ભણે “ ॐ अहँ चन्द्रोऽसि निशाकरोऽसि नक्षत्रपतिरसि सुधाकरोसि औषधिगर्भोऽसि अस्य कुलस्य वृध्धिं कुरु कुरु स्वाहा "
For Personal & Private Use Only
குழு
GEE
વ્યાખ્યાન
૫
૧૫૪
www.jainsarary.cafg