________________
કલ્પસૂત્ર
குழுகுழுழுதிகுடுகுடுடுடுடுததிகுழு4Y
પ્રભુ આઠ વર્ષના થયા બાદ મોહથી માતાપિતાએ સામાન્ય બાળકોની જેમ પાઠશાળામાં ભણવા મોકલવા માટે શુભ દિવસ, શુભ વેળાએ પાઠશાળામાં મોકલવાની મહોત્સવપૂર્વકની મોટી તૈયારી કરી, સગાસંબંધીઓનો સત્કાર, હાથી, ઘોડા વગેરે વાહનોથી, હાર, મુકુટ, કુંડલ, બાજુબંધ, કંકણ વગેરે આભૂષણોથી અને સુંદર વસ્ત્રોથી કર્યો. અભ્યાસ કરાવનાર પંડિત માટે મહામૂલ્યવાળા વસ્ત્રો અને ઘરેણાં, અનેક પ્રકારના રત્નો અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરાવી, પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સાકર, બદામ, પિસ્તાં, વિવિધ પ્રકારની મીઠાઇઓ અને અનેક જાતનાં વસ્ત્રો તૈયાર કરાવ્યાં. સુવર્ણ રત્ન અને રૂપાથી તૈયાર કરેલ પાટી, ખડિયો, લેખણ વગેરે ભણવાના ઉપકરણો તૈયાર કરાવ્યા. સરસ્વતીદેવીની પૂજા માટે રત્નો અને મોતીઓથી જડેલું ૐ સુવર્ણનું આભૂષણ તૈયાર કરાવ્યું. અન્ય શિક્ષકોને દેવા માટે જુદી જુદી જાતના વસ્ત્રો તૈયાર કરાવ્યાં. આ સમયે કુળની વૃદ્ધ સ્ત્રીઓએ તીર્થજળથી પ્રભુને નવરાવી, ચંદન, કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી વિલેપન કરીને ઉત્તમ વસ્ત્રો અને શ્રેષ્ઠ આભૂષણોથી પ્રભુજીને અલંકૃત કર્યા અને સોનાની સાંકળથી અલંકૃત એવા ઉત્તમ હાથી ઉપર પ્રભુજીને બેસાડીને સેવકોએ પ્રભુના મસ્તક ઉપર શ્રેષ્ઠ છત્ર ધર્યું. બે બાજુ શ્વેત ચામરો વીંઝાવા લાગ્યા, ગીતગાન સહિત વિવિધ વાજિંત્રોના સુમધુર સ્વરો નીકળવા લાગ્યા. ચતુરંગી સેનાથી પરિવરેલા વીર પ્રભુને પંડિતના ઘરે ભણવા માટે મોટી (F) ધામધૂમથી લાવવામાં આવ્યા ત્યારે પંડિત પણ તિલક કરી સુવર્ણ જનોઇ પહેરી, સ્વચ્છ વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઇ વર્ધમાનકુમારની વાટ જોતા બેઠા હતા.
Jain Education International
આ વખતે શક્રેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું, અવધિજ્ઞાનથી કારણ જાણીને ઇન્દ્રે દેવોને કહ્યું કે ત્રણ જ્ઞાનવાળા પ્રભુને પણ બાળક જાણી માતાપિતા સામાન્ય શિક્ષક પાસે ભણવા લઇ જાય છે. એ યોગ્ય જણાતું નથી. જેમ સરસ્વતીને ભણાવવા અને ચન્દ્રને ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરવો એ બરાબર નથી તેમ પ્રભુને પાઠશાળામાં ભણવા મોકલવા એ બરાબર નથી. કારણ કે પ્રભુ તો ભણ્યા વિનાજ સર્વ શાસ્ત્રોના પારંગામી છે, હવે પ્રભુને પાઠશાળામાં ભણવા લઇ જવામાં
குழுகு
For Personal & Private Use Only
GEE
વ્યાખ્યાન
૫
૧૫૯
www.jainbe/orary.cfg