________________
કલ્પસૂત્ર ? આવ્યા છે તો પ્રભુનો અવિનય ન થાય તેમ કરું. એમ વિચારી બ્રાહ્મણનું રૂપ લઈ ઇન્દ્ર ત્યાં રે વ્યાખ્યાન
પહોંચીને પંડિતને યોગ્ય એવા આસન ઉપર પ્રભુને બેસાડીને પંડિતના મનમાં જે સંદેહો હતા, તે સંદેહો પ્રભુને ઇન્દ્ર પૂછયા. પંડિત વિચારવા લાગ્યો કે, મારા આવા જટિલ સંદેહોનો ઉત્તર આ બાળક કઈ રીતે આપી શકશે? પંડિત આવો વિચાર કરે છે એટલામાં તો વર્ધમાનકુમારે ; વિસ્તારપૂર્વક, સંતોષકારક એ સંદેહોના ઉત્તર આપ્યા એ ઉત્તરોથી આખું જૈનેન્દ્ર વ્યાકરણ તૈયાર ક થઇ જાય એવા ઉત્તરો આપવાથી પધ્ધતિસરનું જૈનેન્દ્ર વ્યાકરણ તૈયાર થઈ ગયું. પંડિતે વિચાર્યું કે કે આટલા લાંબા કાળથી જે શંકાઓ દૂર થતી ન હતી તે શંકાઓને આ બાળકે ક્ષણવારમાં દૂર કરી દીધી. પંડિત અને લોકો વિચારવા લાગ્યા કે આ બાળક આટલું જ્ઞાન ક્યાં ભણેલ હશે ?
અરે ! આટલું જ્ઞાન છતાં એ બાળકમાં કેટલી બધી ગંભીરતા છે. વળી પંડિતે વિચાર્યું કે મહાત્માઓ આવા જ હોય એમને ગર્વ ન હોય, શરદઋતુનો મેઘ ગર્જના કરે છે પણ વરસતો નથી. જ્યારે વર્ષા ઋતુનો મેઘ ગર્જના વિના પણ વરસે છે વગેરે ચિંતવતાં પંડિતને ઇન્દ્ર કહ્યું કે પંડિતજી તમે આ બાળકને સામાન્ય બાળક માનશો નહિ. એમને તો ત્રણ લોકના નાથ અને સકલ શાસ્ત્રોના પારંગામી મહાવીર પરમાત્મા માનશો. એમ કહી ઇન્દ્ર પોતાના સ્થાને ચાલ્યા ગયા. અને પ્રભુ પણ જ્ઞાતકુળના ક્ષત્રિયો વગેરેથી પરિવર્યા છતાં પોતાના ઘરે પાછા આવ્યા. ગ્ર
અનુક્રમે પ્રભુ બાલ્યાવસ્થાને વટાવી યૌવન અવસ્થાને પામ્યા. આ સમયે પ્રભુના માતાપિતાએ પરણવાનો આગ્રહ કરતાં વર્ધમાનકુમારે પોતાના ભોગાવલી કર્મ બાકી રહેલા જાણી વિરોધ ન કર્યો. એટલે માતાપિતાએ શુભ દિવસે શુભ મુહૂર્ત સમરવીર રાજાની યશોદા નામની પુત્રી સાથે પરણાવ્યા, પછી પ્રભુને પ્રિયદર્શના નામે પુત્રી થઇ, એ પ્રિયદર્શના પુત્રીને પોતાની બહેનના પુત્ર E જમાલી સાથે પરણાવી. તેણીને શેષવતી નામે પુત્રી થઇ.
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પિતા કાશ્યપ ગોત્રવાળા હતા, તેમના ત્રણ નામો આ પ્રમાણે હતા સિધ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી.
૧૬૦
55 55 55 55 55 55 55 55 55
444 LSIG LILLA LILLSX
For Personal Private Use Only
wwwj
elbrary.org