________________
Siri 45
કલ્પસૂત્ર 3 એ રીતે અનેક પ્રકારના ઉત્તમ સુગંધી જલ વડે શરીર અને મનને આનંદ આપનાર મંગલકારી વ્યાખ્યાન
એવી ઉત્તમ હાવાની વિધિથી પહેલાં વર્ણવેલા એવા પુરુષોએ સિધ્ધાર્થ રાજાને નવરાવ્યા, તે $વખતે અનેક પ્રકારના પાણીને ઉછાળવું વગેરે કૌતુકોએ કરીને મંગલ કરનાર શ્રેષ્ઠ સ્નાન થયા $ 5) પછી રુંવાટીવાળા અત્યંત કોમલ ઉત્તમ સુગંધવાળા ગુલાબી રંગના અંગૂછાથી શરીર લૂછીને તે F) E) સિધ્ધાર્થ રાજા કેવા અલંકૃત થયા તે કહીએ છીએ.
પછી રાજા નવીન, ખૂબ કિંમતવાળા રેશમી વસ્ત્ર ધારણ કરેલા શરીરવાળા થયા તથા રસ લુક » સહિત સુગંધી ગોશીર્ષ ચંદન વડે શરીરે લેપ કરાયેલ થયા. પવિત્ર પુષ્પોની માળા ધરનાર, Fિ) કે કુમકુમ વગેરેના વિલેપનવાળા, મણિ જડેલ સુવર્ણના અલંકારોથી અલંકૃત થયા, તથા અઢાર છે
સરના, નવ સરના, ત્રણ સરના હાર પહેરેલ થયા, તથા લાંબા ઝૂલતા ઝુમણાં અને કંદોરાથી સુશોભિત થયા. ગળામાં કંઠાને, આંગળીઓમાં વેઢવટીઓને અને કેશના પુષ્પાદિ આભૂષણોને ધારણ કરવાથી મનોહર લાગતા, વળી હાથમાં કડાં અને બાહુમાં બાજુબંધથી ખંભિત ભુજાવાળા,
અતિશય શોભયુક્ત બે કુંડલોથી શોભિત મુખવાળા, મુકુટથી શોભતા મસ્તકવાળા, હારથી (F) ( પ્રેક્ષકોને આનંદિત કરનાર છાતીવાળા, તથા રત્નોથી જડેલ સુવર્ણ વીંટીઓ વડે પીળી લાગતી કે 3 આંગળીઓવાળા તે રાજા થયા. લાંબા નીચે લટકતા સંકેલેલ વસ્ત્રના ઊત્તરાસંગવાળા, તથા )
વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોને લીધે નિર્મળ ઘણા મૂલ્યવાળા ચતુર કારીગરોએ
બનાવેલા હોવાથી વધારે ચળકાટ મારતા, સાંધા વિનાના હોવાથી અતિશય રમણીય એવા ) મનોહર વીરવલયને ધારણ કરનારા થયા. વધારે શું કહીએ એ રાજા સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા ) (5) અલંકૃત થયા. જેમ કલ્પવૃક્ષ પત્ર, પુષ્પ, ફળોથી અત્યંત શોભિત થાય તેમ મુકુટ વગેરે ) કે અલંકારોથી અલંકૃત થયેલા અને કોરંટ વૃક્ષના ફુલોની માળાઓથી અત્યંત શોભતા એવા છત્રને
ધારણ કરેલા થયા, વળી ઉજ્જવલ શ્રેષ્ઠ ચામરોથી વિંઝાતા જેમને જોવાથી માણસો જય જય શબ્દ કરતા હતા એવા સિધ્ધાર્થ રાજા જ્યારે સ્નાનઘરથી રાજ્યસભામાં જવા નીકળ્યા ત્યારે કેવા
1444444444444444
g
Jain Education international
For Personal & Private Lise Only
wwwjanelbrary.org