________________
કલ્પસૂત્ર
குழுழுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுகுகுகு
પ્રભુજીને માતા પાસે બિરાજમાન કરી અવસ્વાપિની નિદ્રાનું હરણ કરી પ્રતિબિંબ લઇ ઓશિકા નીચે કુંડલ અને રેશમી વસ્રની જોડ મૂકી. પછી પ્રભુને જોવાથી આનંદ ઉપજે એ માટે ઉપર મૈં બાંધેલા ચંદરવામાં શ્રીદામ, રત્નદામ અને સુવર્ણનો દડો મૂક્યો અને બારક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરીને આભિયોગિક દેવો દ્વારા ઇન્દ્ર ઉદ્ઘોષણા કરાવી કે પ્રભુજી અને પ્રભુજીની માતાનું જે કોઇ અશુભ ચિંતવશે તેના મસ્તકના અર્જુન વૃક્ષની મંજરીની જેમ સાત ટુકડા થશે. પછી પ્રભુજીના અંગુઠામાં અમૃત મૂકીને નંદીશ્વરદ્વીપ જઇ ત્યાં અઠ્ઠાઇ મહોત્સવ કરીને દેવો સહિત ઇન્દ્રો દેવલોકમાં ગયા. અને પોતાને ત્યાં પણ અઠ્ઠાઇ મહોત્સવ કર્યો.
Jain Education International
હવે જે રાત્રીએ પ્રભુશ્રી મહાવીર દેવ જન્મ્યા તે રાત્રિએ કુબેરદેવની આજ્ઞામાં રહેલા અને તિń લોકમાં રહેલા ઘણા તિર્યભક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં રૂપાની, સુવર્ણની, રત્નોની, હીરાની, વસ્ત્રોની અને આભૂષણોની વૃષ્ટિ કરી. તેમજ નાગરવેલ વગેરે પાંદડાની, પુષ્પોની, નાળિયેર વગેરે ફળોની, શાલિ વગેરે બીજોની, પુષ્પમાલાઓની, કોષ્ટપુટાદિ સુગંધી પદાર્થોની, વાસક્ષેપાદિ સુગંધી ચૂર્ણોની, હિંગળોક વગેરે વર્ણોની, અને દ્રવ્યની વૃષ્ટિ કરી.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવના જન્મની ખબર આપવા પ્રિયંવદા નામે દાસી ઉતાવળી ઉતાવળી શ્રી સિદ્ધાર્થ રાજા પાસે આવી પુત્ર જન્મની શુભ વધામણી આપે છે. એ સાંભળી અત્યંત આનંદિત થયેલ રાજાએ હર્ષાવેશથી મુકુટ સિવાયના શરીર ઉપર રહેલા સર્વ આભૂષણો વધામણી આપનાર તે દાસીને આપી દાસીપણાથી મુક્ત કરી.
પછી સવારમાં જ નગરરક્ષકોને બોલાવીને રાજાએ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય નગ૨૨ક્ષકો ! તમે ક્ષત્રિયકુંડગ્રામ નગરની અંદર રહેલ કેદખાનામાંથી સર્વ કેદીઓને છોડી મૂકો, તથા ઘી, તેલ, વગેરે રસ અને ધાન્યના વિષય રૂપ માનની અને તોલ રૂપ ઉન્માનની વૃધ્ધિ કરો, અને ક્ષત્રિયકુંડગ્રામ નગરને અંદર તથા બહાર સાફ કરીને સુગંધી જળથી છાંટેલું કરો, તેમજ છાણ વગેરેથી લીંપેલું કરો. વળી એ નગરના ત્રણ ખૂણાવાળા સ્થાન, ત્રણ ચાર કે અનેક માર્ગો
For Personal & Private Use Only
464059ழுகு
વ્યાખ્યાન
૫
૧૫૧
www.jainslitary.c113