________________
કલ્પસૂત્ર
54 445 44 445 446 447 4444
તેને પટ્ટરાણી બનાવો પછી મને શા માટે બોલાવો ? આવો રાણીનો ઉત્તર સાંભળી વિસ્મય પામી વ્યાખ્યાન સંધિપાલકને બોલાવી રાણીની ભ્રાંતિ દૂર કરાવી. સંધિપાલકની બુદ્ધિના વખાણ કરી વસ્ત્ર આદિ આપી તેનો સત્કાર કર્યો.
ઉપર કહ્યા પ્રમાણેના પરિવારથી પરિવરેલા સિદ્ધાર્થ રાજા શ્વેત મેઘમાંથી નીકળેલ ચંદ્ર જેવા, 5 ગ્રહો, નક્ષત્રો અને તારાઓ વચ્ચે શોભતા ચંદ્ર જેવા, પ્રીતિકારી દેખાવવાળા, પુરુષોમાં ઇન્દ્ર જેવા, પુરુષોમાં વૃષભ જેવા, અને પુરુષોમાં સિંહ જેવા દેખાતા સિદ્ધાર્થ રાજા રાજતેજથી અત્યંત દેદીપ્યમાન થયા છતા બહારની સભામાં આવી પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેઠા પછી પોતાથી ઈશાન વિદિશા તરફ આઠ ભદ્રાસનો મંડાવે છે, તેમના પર શ્વેતવસ્ત્રો બિછાવીને સરસવ
દર્ભ અને કંકુથી માંગલિક કરે છે. પછી પોતાથી નહિ અતિ દૂર તો નહિ અતિ સમીપ એવે સ્થાને FD એક પડદો બંધાવે છે. એ પડદો વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી અત્યંત શોભાવાળો હતો,
અત્યંત જોવાલાયક અને ઘણો કીંમતી હતો, ઉત્તમનગરમાં બનાવાયેલ હતો, અતિશય સુકોમળ સુતરના વિવિધ પ્રકારની ભાતવાળા સેંકડો તાંતણાઓની રચનાથી મનને આશ્ચર્ય પમાડનારો હતો, તથા વરુ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને કમલિનીઓ વગેરેના ચિત્રોની રચનાથી આશ્ચર્યકારી એવો અંતઃપુરની સ્ત્રીઓને બેસવા માટે સભાના મધ્યભાગમાં પડદો બંધાવે છે. પછી અંદર વિવિધ પ્રકારનાં મણિઓ તથા રત્નો જડેલ હોવાથી આશ્ચર્ય કરનાર, સુકોમલ ગાદી અને રેશમના પાથરણાથી ઢાંકેલ, તથા ઉપર સફેદ મલમલના ઓછાડથી આચ્છાદિત, અતિશય સુકોમલ, શરીરને સુખકારી રે સ્પર્શવાળું તથા શોભાકારી એવું ભદ્રાસન ત્રિશલા રાણી માટે રચાવે છે. પછી સેવકોને બોલાવીને રાજા કહે છે કે, હે દેવાનુપ્રિય સેવકો ! તમે તરત ભવિષ્યને જાણનારા અને સ્વપ્ન વગેરેનાં ફળોને રૂ. કહેનારા એવા તથા અષ્ટાંગ મહાનિમિત્ત નામના શાસ્ત્રના સૂત્ર અને અર્થને ધારણ કરનારા તથા ક વિવિધ પ્રકારના અન્ય શાસ્ત્રમાં પ્રવીણ એવા સ્વપ્નલક્ષણના જાણનારાઓને બોલાવો.
(FFFFFFFFFFFFF
Jan Education international
For Personal & Private Lise Only