________________
કલ્પસૂત્ર
5494151594141414141414141414
કેવા પુરુષોથી પરિવરેલ હતા તે કહે છે. અનેક ગણનાયકો, દંડનાયકો, માંડલિક રાજાઓ, ઇશ્વરો, વ્યાખ્યાન યુવરાજો, પાટવી કુમારો, તલવરો-રાજાએ ખુશી થઇને જેમને તલવાર આપેલ હોય એવા રાજપુરુષો, મંડળના માલિકો, કૌટુંબિકો-કુટુંબના વડિલો, મંત્રીઓ, મહામંત્રીઓ, જ્યોતિષિઓ, પ્રતિહારો, અમાત્યો, સેવકો, રાજાની પાસે બેસનારા પીઠમર્દકો, કર ભરનારા નગરજનો, વ્યાપારીઓ, શ્રીદેવીની છાપવાળા સુવર્ણનો પટ મસ્તક પર પહેરનારા શ્રેષ્ઠિજનો, મોટા મોટા સાર્થવાહો, સેનાપતિઓ, દૂતો, અને સંધિપાલો વગેરેથી પરિવરેલા સિધ્ધાર્થ રાજા હતા. અહીં એ સંધિપાલકની કથા કહેવાય છે.
દેશોની સરહદોને જાણે તે સંધિપાલકો. સરહદ માટે રાજ્યો વચ્ચે કલહ થાય ત્યારે સંધિ કરી આપે છે. કૌશાંબી નગરીમાં જિતશત્રુ રાજા હતો તે રાજાને કોઈ પુરુષે કહ્યું કે, બીજા બધા ) અધિકારીઓ બરાબર કામ કરે છે, પરંતુ સંધિપાલક તો બેસીને ખાય છે. તે સાંભળી રાજાએ E) સંધિપાલકને કહ્યું કે, તમો બેસીને ખાઓ છો પણ કાંઈ કરતા નથી આ સાંભળીને સંધિપાલે કહ્યું કે કે હે રાજન! અમે જે કરીએ તે બીજા ન કરી શકે, અમે શત્રુને મિત્ર અને મિત્રને શત્રુ કરી દઈએ અને બીજા પણ બુધ્ધિનાં મોટાં મોટાં કાર્યો કરીએ એટલે ફોગટનું ખાતા નથી. રાજાએ તેની પરીક્ષા માટે એક સીવેલ ડાબલો આપીને તેને કહ્યું, અરિમર્દન રાજા અમારો શત્રુ છે તેને રૂ) આ આપજે અને મિત્રાચારી કરાવી આવજે. સંધિપાલક તે લઈને અરિમર્દન રાજા પાસે પહોંચ્યો અને સભામાં નમસ્કાર કરી ભેટશું આપ્યું. રાજાએ તેને ખોલી જોયું તો તે ડાબલામાંથી એક બE સોનાની ડાબલી નીકળી તેને ઉઘાડી જોઈ તો રાખ નીકળી, એ જોઈ વિસ્મિત થયેલ રાજાને તેના પ્રધાને કહ્યું કે રાજન્ ! તમારા શત્રુ જિતશત્રુ રાજાએ આ રાખ મોકલીને એવું સૂચવ્યું છે કે, તું આ રાખ શરીરે લગાડીને રાજ્ય છોડીને ચાલ્યો જજે નહીં તો આબરૂ ખોઇશ. આ જાણી રાજાને ક્રોધ ચડ્યો, તે જોઈ સંધિપાલકને લાગ્યું કે રાખ મોકલીને રાજાએ વેર વધાર્યું છે પણ ચિંતા નહીં, પછી તેણે ઔત્પાતિકી બુધ્ધિથી કહ્યું કે, હે રાજનું ! તમો ઉલ્ટો અર્થ ન કરો. એ
૧૧૩
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang