________________
કલ્પસૂત્ર
5544454546455965504
Jain Education International
પ્રભુના જન્મથી નિશ્ચલ એવું પણ ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. તેથી અવધિજ્ઞાનનો ઉપયોગ દેવાથી ઇન્દ્રે ચરમ તીર્થપતિ પ્રભુશ્રી મહાવીર દેવનો જન્મ થયો જાણીને હરિનૈગમેષિદેવ પાસેથી એક યોજન પ્રમાણવાળો સુઘોષા નામનો ઘંટ વગડાવ્યો, એટલે સધળા વિમાનોમાં રહેલા ઘંટો વાગવા લાગ્યા. ઘંટનાદથી દરેક વિમાનોમાં રહેલા દેવો સાવધાન થયા ત્યારે હરિનૈગમેષિદેવે કહ્યું કે, પ્રભુશ્રી મહાવીરદેવનો જન્મ મહોત્સવ કરવા જવાનું છે માટે બધા તૈયાર થઇને ચાલો. એ ઇન્દ્રનો આદેશ સંભળાવવાથી દેવો ચાલવા તૈયાર થઇ ગયા. પછી પાલક નામના દેવે એક લાખ યોનના પ્રમાણવાળું પાલક નામનું વિમાન તૈયાર કર્યું. તેમાં સૌધર્મેન્દ્ર બેઠા, ઇન્દ્રના સિંહાસનની સામે જ આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસન હતા, ડાબી ચોર્યાશી હજાર બાજુ સામાનિક દેવોનાં, ચોર્યાશી હજાર ભદ્રાસનો હતા. જમણી બાજુ અત્યંતર પર્ષદાના બાર હજાર દેવોના બાર હજાર ભદ્રાસનો હતાં, મધ્ય પર્ષદાના દેવોનાં ચૌદ હજાર ભદ્રાસનો હતાં અને બાહ્ય પર્ષદાનાં દેવોનાં સોળ હજાર ભદ્રાસનો હતાં, પાછળના ભાગમાં સાત સેનાપતિઓના સાત ભદ્રાસનો હતાં તથા ચારે દિશાઓમાં આત્મરક્ષક દેવોનાં ચોર્યાશી ચોર્યાશી હજાર ભદ્રાસનો હતાં.
આ પ્રમાણે પોતાના પરિવારરૂપ દેવોથી અને બીજા પણ કરોડો દેવોથી પરિવરેલ અને ગવાતા ગુણોવાળો ઇન્દ્ર ચાલ્યો, તેની સાથે બીજા પણ દેવો ચાલવા લાગ્યા. કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી ચાલ્યા, કેટલાક મિત્રના વચનથી ચાલ્યા, કેટલાક દેવો પોતાની પત્નીઓની પ્રેરણાથી ચાલ્યા, કેટલાક શુધ્ધ ભક્તિભાવથી, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી, કેટલાક કુતુહલથી, અને કેટલાક પોતાના સ્વાભાવિક ભાવથી, ઇન્દ્ર સાથે ચાલવા લાગ્યા, આ દેવો પોતપોતાના જુદા પ્રકારનાં વાહનો ઉ૫૨ બેસીને ચાલતા હતા, આ સમયે વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દો, ઘંટાનાદ અને દેવોના પરસ્પરના કોલાહલથી આખું બ્રહ્માંડ ગાજી ઉઠ્યું. ચાલતા દેવોમાંથી કોઇ સિંહ ઉપર બેઠેલ દેવ, હાથી ઉ૫૨ બેઠેલે દેવને કહે છે કે તારા હાથીને દૂરથી ચલાવ નહીં તો અમારો મદોન્મત્ત કેસરી સિંહ તારા આ હાથીને મારી નાંખશે, તથા પાડા ઉપર બેઠેલો દેવ, અશ્વ ઉપર બેઠેલા દેવને કહે છે કે તારા ઘોડાને દૂર લઇ જા, નહીં તો મારો મદોન્મત્ત પાડો તારા ઘોડાને મારી નાખશે.
For Personal & Private Use Only
E
குகு
વ્યાખ્યાન
૫
૧૪૭
www.jainslitary.c113