________________
કલ્પસૂત્ર
திகு
કરાવનારા, તીર્થયાત્રા કરનારા, કરાવનારા સાધર્મિક વાત્સલ્ય કરનારા, અને જૈનાગમોના લખાણ, રક્ષણ તથા પ્રચારાદિ કરનારા એવા શ્રાવક શ્રાવિકાઓના ગુણોની સ્તવના કરી આનંદ અનુભવ, ગુણીઓના ગુણ ગાઇ અને સુખીઓના સુખને જોઇને આનંદ અનુભવ.
Jain Education International
ત્રીજી કરુણા ભાવના - હે જીવ ! તું ચારે ગતિમાં અસહ્ય અનંત દુઃખોથી રીબાતાં પ્રાણીઓ ઉપર કરુણા લાવી, તેમનાં દુઃખો ટાળવા પ્રયત્ન કર. અન્ન, પાણી, વસ્ત્ર, ઔષધાદિ દ્રવ્ય વસ્તુઓ આપી અપાવીને તેમના આ ભવ પૂરતાં દુઃખમાં સહાયક બન. દુઃખોનાં કારણે ભવોભવ
ભટકાવનારાં એવાં કર્મોનો નાશ કરવા માટે બધા જીવો જૈન શાસનના આરાધક બની જાય તેવા પ્રયત્નો કરી જીવોનાં દુઃખો ટાળનારો થા.
ચોથી માધ્યસ્થ્ય ભાવના - આ જગતમાં જીવો ભિન્ન ભિન્ન કર્મોવાળા હોઇ ભિન્ન ભિન્ન રુચિવાળા હોય છે. તેથી તેમને ઉપદેશ આપ્યા છતાં પણ ઘણા પોતાની મરજીએ વર્તે છે. એમની પ્રવૃત્તિઓ હૃદયને અતિશય દુઃખ થાય, હૃદયને ભેદી નાખે એવી પણ હોય છે. તેમને સમજાવ્યા છતાં પોતાની દુષ્ટ એવી પાપ પ્રવૃત્તિને છોડતા નથી. તેમના પર ગુસ્સો ન કરતાં એ જીવોના ૐ એવાં જ કર્યો હશે એમ સમજીને મધ્યસ્થતા રાખવી. પોતાને રોગ ઉપદ્રવ પરિષહાદિ પીડતા હોય, ૐ દૂર થતા ન હોય તો આર્ત-રૌદ્ર ધ્યાન ન કરતાં મધ્યસ્થ ભાવે, સમતા ભાવે સહન કરવા. રાગદ્વેષને
કાબુમાં રાખવાથી મધ્યસ્થતા કેળવાય છે. તેથી તેવા પ્રસંગો આવે ત્યારે રાગદ્વેષ ન કરતાં મધ્યસ્થતા-ઉદાસીનતા, સમતા કેળવવી.
આ રીતે અનિત્યાદિ બાર ભાવનાનું અને મૈત્ર્યાદિ ચાર ભાવનાનું સ્વરૂપ રાણીએ સંક્ષેપથી મેં કહી સંભળાવ્યું. તેથી સખીઓ ખૂબ જ આનંદિત થઈ. પછી સખીઓના કહેવાથી રાણીએ મૈં જિનેશ્વરોના ગુણોનું વર્ણન કરી અને જૈન સાધુઓના ગુણોનું વર્ણન કરી, ધર્મજાગરણથી ૐ આનંદપૂર્વક રાત્રી વીતાવી. ત્રિલોકનાથ ગર્ભમાં આવવાથીજ આવી વૈરાગ્યમય ધર્મચર્ચા ત્રિશલા રાણીને કરવાની ભાવના થઈ.
For Personal & Private Use Only
E
વ્યાખ્યાન
૩
૧૦૯
www.jainsuraying