________________
કલ્પસૂત્ર
குகுகுகுகுகுகுகுகுகுகு6964ழுகுகு
Jain Education Internatio
એ પ્રકારના વર્ણનવાળાં શુભ, સૌમ્ય, જોતાં પ્રેમ ઉપજે એવાં સુંદર રૂપવાળાં ચૌદ સ્વપ્નોને જોઇને કમળસમાન નેત્રવાળાં ત્રિશલા રાણી હર્ષના સમૂહથી રોમાંચિત શરીરવાળાં થયા છતાં શય્યામાં જાગી ઊઠ્યા.
જે રાતે મહાયશસ્વી એવા અરિહંત-તીર્થંકરો પોતાની માતાના ગર્ભમાં ગર્ભપણે આવે છે, તે રાત્રીએ બધા તીર્થંકરોની માતાઓ આવાં ચૌદ સ્વપ્નને જુએ છે. પૂર્વે વર્ણવેલાં ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગી ઊઠેલાં ત્રિશલા રાણી હર્ષિત થયાં, સંતુષ્ટ થયાં, હર્ષથી પરિપૂર્ણ હૃદયવાળાં બન્યાં, તથા મેઘધારાથી સિંચાયેલા કદંબ વૃક્ષના ફૂલની માફક શરીરના છિદ્રરૂપ કૂવામાં ઉલ્લાસ પામેલા રૂંવાટાવાળા થયા છતાં, એ સ્વપ્નોનું સ્મરણ કરવા લાગ્યાં. મેં આવાં સ્વપ્નો દીઠાં એ રીતે સ્વપ્નો યાદ કરીને તેઓ શય્યામાંથી ઊઠે છે. અને બાજોઠ પર પગ મૂકી નીચે ઊતરીને નહિ ઉતાવળી, નહિ ચપલ, નહિ સ્ખલનાવાળી, નહિ વિલંબવાળી એવી રાજહંસ સમાન ગતિવડે ચાલતાં જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની શય્યા હતી, જ્યાં સિદ્ધાર્થ રાજા સૂતેલા હતા ત્યાં આવે છે. તેઓ સિદ્ધાર્થ રાજાને આવી વાણીથી જગાડવા લાગ્યાં, વ્હાલી, ઇચ્છિત, પ્રિય, દ્વેષરહિત, મનને આનંદ આપનારી, મનને વારંવાર સ્મરણ કરવા લાયક એવી તથા ઉત્તમ શબ્દવાળી, કલ્યાણ કરનારી, ઉપદ્રવોને હરનારી, ધનને પ્રાપ્ત કરાવનારી, મંગલકારી, અલંકારોથી શોભતી, હૃદયમાં આનંદ આપનારી, હૃદયના શોકને દૂર કરનારી, પ્રમાણ સહિત, મધુરસ્વરવાળી, અને મનોહર એવી વાણીથી બોલતાં બોલતાં ત્રિશલા રાણી પોતાના પતિને જગાડવા લાગ્યાં.
પછી નિદ્રામાંથી જાગેલા એવા સિદ્ધાર્થ રાજા વડે આજ્ઞા કરાયેલાં એવાં રાણી ત્રિશલા જુદા પ્રકારના મણિઓ સુવર્ણ અને રત્નોથી જડેલા અને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર એવા ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને માર્ગના શ્રમને ટાળીને સુખે રહેલાં, વિશ્વાસ પામેલાં, કોઇપણ પ્રકારના ક્ષોભ વિના સુખપૂર્વક આસન પર બેઠેલાં રાણી સિધ્ધાર્થ રાજાને આગળ વર્ણવેલ એવી વાણીથી બોલતાં
બોલતાં કહેવા લાગ્યાં.
For Personal & Private Use Only
E
વ્યાખ્યાન
ო
८८
www.ainelibrary.org