________________
કલ્પસૂત્ર
A4666GGGGGGGGG44444
(૧૪) ચૌદમા તપપદમાં - આત્માને પરમાત્મા બનાવવો હોય તો તપની અનિવાર્ય જરૂર વ્યાખ્યાન છે. તેથી અનશન, ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ પ્રકારે છે બાહ્ય તપ તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ (ત્યાગ) એ છ પ્રકારે અત્યંતર તપ એ બાર પ્રકારે તપની આરાધના કરવી.
(૧૫) પંદરમાં દાનપદ કે પ્રથમ ગણધરપદમાં :- મન, વચન, કાયાની શુદ્ધિથી અત્યંત ભક્તિપૂર્વક સત્પાત્રોરૂપ મહાવ્રતધારી તપસ્વીઓ વગેરે શ્રમણોને દાન આપીને તથા પ્રથમ ગણધર કે ગણધરપદની આરાધના કરીને એ પદ આરાધવું.
(૧૬) સોળમા વૈયાવચ્ચ પદ કે જિનપદમાં - જિન, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, છે ગ્લાન, સાધુ, સંઘ, કુલ, ગણ એ દશેની અન્ન, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, આસન, વસતિ, સંવાહનાદિ વડે વિશુદ્ધ ભાવ ભક્તિથી વૈયાવચ્ચ કરવી.
(૧૭) સત્તરમા સંયમ પદ કે સમાધિ પદમાં :- આત્માને સમાધિમય સંયમમાં સ્થિર કરવો, કષ્ટ કોટિએ સત્તર પ્રકારનું સંયમ પાળવું તથા શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘનાં સર્વે પ્રકારનાં વિબોને દૂર કરી ઉત્તરોત્તર સંયમ ધર્મમાં સ્થિર બનતા રહે તેમ કરી સમાધિ પ્રાપ્ત કરવી.
(૧૮) અઢારમા અભિનવજ્ઞાન પદમાં - ગુરુ નિશ્રામાં રહી પ્રમાદ તજીને નિત્ય નવીન નવીન શ્રુતજ્ઞાનનો અભ્યાસ સતત કરી એ પદ આરાધવું.
(૧૯) ઓગણીશમા શ્રતપદમાં :- શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાનીની અનન્ય ભક્તિ કરવી. શ્રી તીર્થકરોએ અર્થથી કહેલ અને ગણધરોએ દ્વાદશાંગીરૂપે બનાવેલ તેમજ શ્રુતજ્ઞાનીઓએ અને દશપૂર્વીઓએ રચેલ એવા તારક શ્રુતજ્ઞાનને લખાવવું, જ્ઞાન ભંડારાદિમાં સુરક્ષિત બનાવવું, એનું પોતે અધ્યયન કરવું. અન્યોને અધ્યાપન કરાવવું. શ્રુતજ્ઞાનની મહાનતાનો પ્રચાર કરવો વગેરેથી એ પદની આરાધના કરવી. આ શ્રુતજ્ઞાનના જેટલા અક્ષર ભણાવાય તેટલા હજાર વર્ષો સ્વર્ગ છે સુખ પ્રાપ્ત થાય છે.
A444444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang