________________
કલ્પસૂત્ર
திகும்
SSSSSSS
Jain Education internat
(૯) નવમા દર્શનપદમાં :- મિથ્યાત્વ ગયા પછી આત્મામાં જે ઔપશમિક ક્ષાયોપશમિક અને ક્ષાયિકાદિ સમ્યક્ત્વ દર્શનગુણ પ્રગટ થાય છે તેની આરાધના કરવી.
(૧૦) દશમા વિનયપદમાં :- વિનય ધર્મનું મૂળ છે. તેથી અરિહંત, સિધ્ધ, આચાર્ય, ગણી, સ્થવિર, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન અને જ્ઞાની એ તેરની આશાતના ન કરવી, ભક્તિ કરવી, બહુમાન કરવું, ગુણગાન કરવાં એમ ચાર પ્રકારે વિનય કરી આરાધના કરવી.
(૧૧) અગિયારમા ચારિત્રપદમાં :- પાંચ મહાવ્રતોના સ્વીકાર અને પાલન સાથે ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયોને ઘટાડવા, પરભાવ રમણતા ટાળી સ્વભાવમાં રમણતા કરવી. અન્યજીવોને પણ ચારિત્ર પાળતા કરવા એ રીતે ચારિત્રપદની આરાધના કરવી.
(૧૨) બારમા બ્રહ્મચર્યપદમાં :- સર્વ વ્રતોમાં મુકુટ સમાન બ્રહ્મચર્યને મન, વચન, કાયાથી કરણ કરાવણ અને અનુમોદનની રીતે, નવ કોટિએ શુદ્ધ રીતે પાળવું. અને બીજા જીવો પણ બ્રહ્મચર્ય પાળતા થાય તે રીતે આરાધના કરવી.
(૧૩) તેરમા ક્રિયાપદ કે ધ્યાનપદમાં :- ધ્યાનક્રિયાની વિશેષતા છે. પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની, સાચવવાની, વધારવાની વિચારણા તથા એ પદાર્થો અને સંબંધીઓનો વિયોગ થાય તો શોક, સંતાપ કરવો, એમનો સંયોગ થાય તો આનંદિત થવું, એ આર્તધ્યાન કહેવાય. એ ધ્યાન ત્યાજ્ય છે, એ પદાર્થો અને સંબંધીઓના નિમિત્તથી ગુસ્સો કરી કોઇને મારવાના કે દુઃખી કરવાના વિચારો કરવા તે રૌદ્રધ્યાન કહેવાય. એ ધ્યાન ત્યાજ્ય છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ ગુણોની અને એ ગુણમય સુદેવગુરૂધર્મની આરાધનાની ભાવના એ ધર્મ ધ્યાન કહેવાય. એ ધ્યાન આદરણીય છે. શ્રુતજ્ઞાનના આલંબનથી કે' એ વિના પણ ધર્માસ્તિકાયાદિ ષદ્ભવ્યો અને એના પર્યાયોના ચિંતનમાં એકાગ્ર બની આત્માને આત્મામાં સ્થિર કરવો એ શુકલ ધ્યાન છે. એ ધ્યાન આદરણીય છે. આર્ત-રૌદ્ર ધ્યાનને તજી ધર્મ-શુકલ ધ્યાન કરવું તથા શુભ ધ્યાનપૂર્વક જિનેશ્વરોએ કહેલ ક્રિયા કરી એ પદ સેવવું.
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૮૨
www.jaine/itrary/c/