________________
કલ્પસૂત્ર
(૨) બીજા સિધ્ધપદમાં :- જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ અને ઉપાધિથી સદાને માટે વ્યાખ્યાન મુક્ત થયેલા તથા અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વીર્યના ધારક, અનંતગુણી એવા શ્રી સિદ્ધ પરમાત્માની બીજા પદમાં આરાધના કરવી.
(૩) ત્રીજા પ્રવચનપદમાં :- ધર્મતીર્થ એટલે તીર્થંકર પરમાત્માઓના પ્રકષ્ટ કોટિનાં વચનો રૂપ દ્વાદશાંગી તથા તેમાં ઉપાદેય તરીકે વર્ણવાયેલ સમ્મચારિત્ર તેમજ એ બન્નેનો આધાર એવો શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પ્રવચન કહેવાય છે. તેની આરાધના કરવી.
(૪) ચોથા આચાર્ય પદમાં :- શ્રી તીર્થંકર પરમાત્માઓ ધર્મતીર્થને પ્રવર્તાવે છે. પરંતુ તીર્થકરોની ગેરહાજરીમાં અસંખ્યાતા વર્ષો સુધી જગતમાં ધર્મતીર્થને પ્રચારનારા અને ટકાવનારા, ) તથા પાંચ મહાવ્રતોને અને પંચાચારને પાળનારા અને પળાવનારા તેમજ જિનશાસનની ઉન્નતિ
કરનારા આચાર્ય ભગવંતો હોય છે એમની આરાધના કરવી. (F) (૫) પાંચમા સ્થવિરપદમાં - ચારિત્રવૃધ્ધ થયા બાદ મુનિવરોને સમ્યગુ દર્શન -જ્ઞાન અને
ચારિત્રમાં સ્થિર કરનારા, સ્થવિર ભગવંતો કહેવાય તેમની આરાધના કરવી.
(૬) છઠ્ઠા ઉપાધ્યાયપદમાં :- યોગ્યતાથી ઉપાધ્યાયપદને પામેલા અને મુનિવરોને જિનાગમો તથા શાસ્ત્રોનાં સાંગોપાંગ અભ્યાસ કરાવનારા આચાર્ય પદને યોગ્ય એવા શ્ન ઉપાધ્યાયોની આરાધના કરવી.
(૭) સાતમા સાધુપદમાં - ગૃહસ્થપણાનો ત્યાગ કરીને જગતભરના સર્વ છકાય જીવોને ૪) કુટુંબરૂપ માની રક્ષણ કરનારા, પાંચ મહાવ્રતોને પાળનારા, મોક્ષની સાધના કરનારા, પંદરે ) કર્મભૂમિના સર્વ સાધુઓ કે જેઓ સર્વ જીવો માટે તીર્થરૂપ છે તેમની આરાધના કરવી.
(૮) આઠમાં જ્ઞાનપદમાં :- અરિહંતથી સાધુ સુધીના ગુણવંતોની આરાધના ઉપરનાં કિ પદોમાં કહી, એ રીતે આત્મિકગુણો પણ આરાધનીય છે. મિથ્યાત્વ ગયા પછી આત્મામાં જે કે
સમ્યગુજ્ઞાન ગુણ પ્રગટ થાય છે તેની આરાધના કરવી.
055555555555555555
5444444444444444
For Personal & Private Use Only
Jein Education international
www.nelibrary.org