________________
કલ્પસૂતો
વ્યાખ્યાન
યથાયોગ્ય સ્થાને રચેલાં પાનાનાં આભૂષણો તેમજ નેત્રને સુખકારી એવા મોતીઓના ગુચ્છથી ઉજ્જવલ એવા મોતીના હારથી શોભતી હતી. તથા હૃદયમાં રહેલ સુવર્ણ માળાથી સુશોભિત કંઠના દોરા વડે શોભતી હતી. વળી મુખના કુટુંબી સમાન ખભા ઉપર અડીને રહેલ બે કંડલોની દેદીપ્યમાન કાન્તિવાળા શોભાના ગુણસમૂહથી વિરાજિત હતી તથા કમળ સરખા નિર્મળ વિશાલ મનોહર એવા બે નેત્રવાળી હતી. અને કાન્તિવાળા બે હાથ વડે ગ્રહણ કરેલા કમલોથી ઝરતા ટે મકરંદરૂપ જલવાળી હતી, લીલાથી પવન કરવા માટે વીંઝાતા પંખા વડે શોભતી હતી. તથા સારી રીતે મેળવેલ નિર્મલ અર્થાતુ છૂટા, કાળા, ઘાટા અને સુકોમળ લટકતા કેશવાળી હતી. વળી પદ્મદ્રહના કમલ ઉપર નિવાસ કરનારી અને હિમવંત પર્વતના શિખર ઉપર ઐરાવણાદિક ; દિગ્ગજોની લાંબી અને પુષ્ટ એવી સૂંઢોથી અભિષેક કરાતી તથા ઐશ્વર્યાદિકથી યુક્ત એ લક્ષ્મીદેવીને ત્રિશલા રાણીએ ચોથા સ્વપ્નમાં જોઇ. અહીં લક્ષ્મીદેવીના નિવાસસ્થાન રૂપ જે ક છે તેનું વર્ણન કરે છે.
ભરતક્ષેત્રના છ ખંડને છેડે ઉત્તર દિશામાં એક સુવર્ણમય ચુલહિમવંત નામે પર્વત છે, એકસો યોજન ઊંચો, એક હજાર બાવન યોજન અને બાર કલા પહોળો છે. એ હિમવંત પર્વત 2 ઉપર દશ યોજન ઊંડો, પાંચસો યોજન પહોળો અને એક હજાર યોજન લાંબો વજય તળિયાવાળો પદ્મદ્રહ નામે દ્રહ છે. પાણીથી સંપૂર્ણ ભરેલા એવા એ દ્રહમાં પાણીથી બે કોશ ઊંચું, 5
એક યોજન પહોળું, એક યોજન લાંબું, દશ યોજનના નીલ રત્નમય નાલચાવાળું, વજ રત્નમય . મૂળવાળું, અરિષ્ટ રત્નમય કંદવાળું, રાતાસુવર્ણના બહારના પાંદડાવાળું, પીતસુવર્ણમય અંદરના 2 પાંદડાવાળું એક કમળ છે. તેમાં સુવર્ણમય કર્ણિકા છે. એટલે મધ્યની ડોંડી છે. તે કર્ણિકા બે ગાઉ ગ્ર લાંબી તથા પહોળી અને એક ગાઉ ઊંચી છે. તેને રાતા સુવર્ણમય કેસરા છે. એવા એ કમળના
મધ્યભાગમાં એક ગાઉ લાંબ, અર્ધો ગાઉ પહોળું અને એક ગાઉથી કાંઈક ઓછું એટલે ચૌદસો 5) ચાલીશ ધનુષ્ય ઉંચું એવું લક્ષ્મીદેવીનું ભવન છે. તે ભવનના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં (F
SEE
414141414
Jan Education international
For Personal & Private Lise Only