________________
કે વ્યાખ્યાન
કલ્પસૂત્ર
ચૈત્ય સંનિવેશમાં ચોસઠલાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા, અંતે ત્રિદંડી જી) થઇ મૃત્યુ પામી નવમા ભવે ઇશાન નામે બીજા દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ થાય છે. )
ત્યાંથી એવી દશમા ભવે વીર પ્રભુનો જીવ સંદર-સંનિવેશમાં છપ્પનલાખ પૂર્વના આયુષ્યવાળા ;) અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થાય છે. અંતે ત્રિદંડી બની મૃત્યુ પામી અગિયારમા ભવે ત્રીજા સનતકુમાર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થાય છે. ત્યાંથી એવી બારમા ભવે શ્વેતાંબી નગરીમાં ચુંમાલીશલાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને તેરમા ભવે ચોથા માહેંદ્ર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી અવીને શું ચૌદમા ભવે કેટલાક ભવો ભમીને રાજગૃહ નગરમાં સ્થાવર નામે ચોવીશલાખ પૂર્વના આયુષ્યવાળા બ્રાહ્મણ થયા અંતે ત્રિદંડી થઇ મૃત્યુ પામી પંદરમા ભવે પાંચમાં બ્રહ્મદેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી અવીને સોળમા ભવે રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઇ વિશાખાભૂતિ યુવરાજનો પુત્ર વિશ્વભૂતિ થયા. કોઈ વખતે વિશ્વભૂતિ પોતાના અંતઃપુર સહિત પુષ્પ કરંડક ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા ત્યારે રાજપુત્ર વિશાખાનંદી ત્યાં આવ્યા. એને થયું કે હમણાં જ્યાં સુધી વિશ્વભૂતિ અંદર છે ત્યાં સુધી મારાથી ઉદ્યાનમાં જઈ શકાશે નહીં. એટલે બહાર ઊભા રહ્યા. આ વખતે રાણીની દાસી પુષ્પ લેવા ત્યાં આવી. તેણે અંદર વિશ્વભૂતિ છે જાણીને પાછા ફરી રાણીને એ વાત જણાવી. રાણીને ગુસ્સો આવ્યો અને રાજાને કહ્યું કે યુવરાજ પુત્ર બગીચામાં પોતાની સ્ત્રીઓ સાથે આનંદ મંગલ કરતા હોય અને રાજકુમાર વિલખા થઇ બહાર ઉભા હોય, તેમ રાજરાણીને ફૂલ મેળવવાં મુશ્કેલ થાય, આ રીત શું બરાબર છે? 2 રાજાએ આ વાત સાંભળી કપટથી વિશ્વભૂતિને ઉદ્યાન બહાર લાવવા માટે જાહેર કર્યું કે પુરુષસિંહ જી. સામંત ઉદ્ધત બની પ્રજાને ત્રાસ આપે છે તેથી હું તેને વશ કરવા જાઉં છું. આ વાત જાણી ઉદ્યાન )
બહાર આવી વિશ્વભૂતિએ રાજાને વિનયથી નમીને કહ્યું, આવા આવા સામાન્ય સામંત ઉપર આપ F) (ક) જેવા સમર્થ રાજાએ યુધ્ધ કરવા જવું યોગ્ય નથી, હું જાઉં છું. એમ કહીને તે ત્યાં ગયો, પણ દો
છે. પુરુષસિંહ સામંતની તેવી કોઈ પ્રવૃત્તિ જણાઈ નહીં. એટલે સન્માન સત્કારપૂર્વક પાછા ફરી રે
wwwb ery ang
in Education international
For Personal Private Use Only