________________
૨
કલ્પસૂત્ર શ્રી કૃષ્ણે નારદ પાસેથી દ્રૌપદીના સમાચાર મેળવી લવણ સમુદ્રના અધિષ્ઠાયક એવા સુસ્થિત વ્યાખ્યાન દેવનું આરાધન કર્યું, તેથી બે લાખ યોજનના લવણ સમુદ્રમાંથી દેવસહાયથી પાંડવો સાથે શ્રી કૃષ્ણ । અમરકંકા આવ્યા. ત્યાં નરસિંહ રૂપ કરી પદ્મોત્તર રાજાને જીતીને દ્રૌપદીને લઇ પાંડવો સાથે પાછા લવણ સમુદ્ર માર્ગે જવા લાગ્યા, ત્યારે શ્રી કૃષ્ણે પોતાનો શંખ વગાડયો. તેનો અવાજ ૐ સાંભળી ઘાતકી ખંડમાંના કપીલ વાસુદેવે ત્યાં રહેલ શ્રી મુનિસુવ્રત સ્વામીને પૂછી જંબૂદ્વીપના ભરત ક્ષેત્રના શ્રી કૃષ્ણ વાસુદેવને આવેલા જાણી તેને મળવા માટે સામે શંખ વગાડી શ્રી કૃષ્ણને ૐ બોલાવ્યા. પરંતુ ઘણા દૂર નીકળી જવાથી શ્રી કૃષ્ણ પાછા ન આવ્યા.
Jain Education Internati
(૭) સાતમું આશ્ચર્ય - તીર્થંકરો હંમેશાં પુરુષો જ હોય છે. પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીમાં કુંભપ્રજાપાલનાં પુત્રી મલ્લિકુમારીએ ઓગણીસમા તીર્થંકર થઇ તીર્થ પ્રવર્તાવ્યું તે. એ તીર્થંકર આગલા ત્રીજા ભવમાં મહાબલ નામના મહારાજા હતા. તેમને બાલપણથી છ રાજાઓ મિત્ર હતા. એ છ રાજાઓની સાથે મહાબલ રાજાએ દીક્ષા લીધી. સાતે જણાનો એ નિર્ણય થયો હતો કે, આપણે બધાએ એક સરખી તપશ્ચર્યા સાથે જ કરવી. પરંતુ એ છ થી વધુ લાભ ૐ મેળવવાની ભાવનાથી મહાબલમુનિ પારણાને દિવસે માથું દુઃખે છે, પેટમાં દુ:ખે છે, કે, અરુચિ
થઇ ગઇ છે. એવાં બહાનાં કાઢી પારણું કરતા નહીં, એમ પોતાનું તપ વધારતા. પરંતુ માયા પ કરવાથી આ થવાનું કર્મ બાંધ્યું. અને વીશસ્થાનક તપની વિશિષ્ટ આરાધના કરવાથી તીર્થંકર
નામ કર્મ બાંધ્યું. ચોર્યાશી લાખ પૂર્વના આયુષ્યવાળા એ સાતે મુનિઓ ચોર્યાશી હજાર વર્ષ સુધી ચારિત્ર પાળી અંતે અનશન કરી કાળ કરી વૈજ્યંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી આવી મહાબલ રાજાનો જીવ મિથિલા નગરીના કુંભરાજાની પ્રભાવતી રાણીથી ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રી તરીકે અવતર્યો. ચોસઠ ઇન્દ્રોએ ઓગણીશમા તીર્થંકર તરીકે તેમનો જન્મ મહોત્સવ કર્યો. – મલ્લિકુમારી એમનું નામ રાખવામાં આવ્યું. દેવાંગનાઓથી પણ અત્યંત અધિક રૂપ મલ્લિકુમારીનું હતું. એ રૂપની વાત સર્વત્ર ફેલાઇ હતી. વૈજ્યંતથી ચ્યવીને છએ મિત્રો જુદા જુદા દેશના
I
For Personal & Private Use Only
தகுச்
૭૦
www.ainerary.cff;