________________
કલ્પસૂત્ર
Jain Education International
નહીં તેથી બીજા શ્રેષ્ઠિઓ પણ આવતા નહીં, એ જાણી ગુરુમહારાજે રાજસભામાં આવી નરપતિને કહ્યું, હે ધરાપાલ ! તમારા દુઃખથી આખું નગર શોકાતુર બનેલ છે. શરીર, પરિવાર, સમૃદ્ધિ એ બધું નાશવંત છે, આયુષ્ય અસ્થિર છે, સંસાર અસાર છે, જન્મ્યો તેનું મરણ થવાનું જ છે તેથી હે પૃથ્વીપાલ ! તમારે શોક કરવો જોઇએ નહીં, તમો પર્યુષણ મહાપર્વના ભાદરવા સુદિ પાંચમના દિવસે ઉપાશ્રયે આવો તો નવમા પૂર્વમાંથી ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામિએ પધ્ધરેલ મહામંગલકારી એવું શ્રી કલ્પસૂત્ર વાંચી સંભળાવું. નૃપતિએ કહ્યું, મારે પુત્રના મરણનો શોક નિવા૨વાનો છે વળી ઇન્દ્ર મહોત્સવ પાંચમના દિવસે છે, તેથી છઠ્ઠના દિવસે કે, ચોથના
દવસે આવું. ગુરુ મહારાજે ચોથના દિવસે આવવાનું કહ્યું, ગુરુ વચનથી રાજા ઉપાશ્રયે આવ્યો, એટલે ગુરુ મહારાજે શ્રી સંઘ સમક્ષ શ્રી કલ્પસૂત્ર વાંચી સંભળાવ્યું. તે દિવસથી રાજાની વિનંતિથી દર વર્ષે પર્યુષણ પર્વમાં શ્રી સંઘ સમક્ષ શ્રી કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃતિ ચાલુ થઇ, તેમજ ત્યાર પછી બીજા વર્ષથી કારણ વિના પણ ચોથના પર્યુષણ કરવાનું કેટલાક આચાર્યોએ ચાલુ રાખ્યું. જ્યારે જ્યારે કેટલાક આચાર્યો પૂર્વની રીતે પાંચમના જ પર્યુષણ પર્વ કરતા કરાવતાં રહ્યા છે. ભાદરવા સુદિ પાંચમ જેમ જૈન શાસનમાં માનનીય છે, તેમ અન્ય ધર્મમાં પણ ભાદરવા સુદિ પાંચમ,
ઋષિપંચમી તરીકે માનનીય છે.
E
એ ઋષિપંચમીની કથા કહે છે.
પુષ્પાવતી નગરીમાં ઇન્દ્રદત્ત બ્રાહ્મણે પિતાનો શ્રાધ્ધનો દિવસ સાચવવા એનો પિતા જ મરીને એને ત્યાં બળદ થયો હતો, તેને જ તે દિવસે ઘાંચીને ત્યાં ભાડે આપ્યો, અને ભાડાના પૈસાથી સામગ્રી લઇ બ્રાહ્મણોને નોતર્યા. ઘરે ખીર બનાવી, એ ખીરમાં ઘરની વળીઓમાંથી જતા સાપના મુખમાંથી ઝેર પડતું હતું તેને કૂતરીએ જોયું. એ જ બ્રાહ્મણની માતા મરીને એ કૂતરી થઇ હતી, તેણીએ પોતાનું ઘર જોયું તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, એ કૂતરીએ વિચાર્યું કે, જો આ ખીર બ્રાહ્મણો ખાશે તો તેમનું ચોક્કસ મરણ થાશે, પુત્ર અને પુત્રવધૂ પણ મરી જાશે,
For Personal & Private Use Only
முழுகுழு
ખાંડણી
55
૨૫
www.jainelibrary.org