________________
કલ્પસૂત્ર
FEE!
குகுகுகுகுகுகும்
Jain Education International
તેથી હે દેવાનુપ્રિયે દેવાનંદા ! તેં ઉત્તમ, કલ્યાણકારી, આરોગ્યકારી, દીર્ઘઆયુષ્યકારી, મંગલકારી એવાં મહાન સ્વપ્નો જોયાં છે એમ કહી ઋષભદત્ત બ્રાહ્મણ વારંવાર તેની અનુમોદના કરે છે.
એ પછી દેવાનંદા બ્રાહ્મણી પોતાના સ્વામી પાસેથી સ્વપ્નોનો અર્થ સાંભળીને હર્ષિત થઇ, પ્રસન્ન થઇ અને હર્ષથી ભરેલા હ્રદયવાળી થઇ છતી દશ નખ એકઠા થાય એ રીતે આવર્ત કરી અંજલી જોડીને ઋષભદત્ત બ્રાહ્મણને આ રીતે કહેવા લાગી. હે દેવાનુપ્રિય સ્વામિન્ ! આપે જે સ્વપ્નોનો અર્થ કહ્યો તે તેમજ છે, સર્વથા સત્ય છે, સંદેહ રહિત છે, ઇચ્છિત છે, પ્રતીચ્છિત છે. આપે કહેલ એ સ્વપ્નોના અર્થ મેં માન્ય રાખેલ છે. એમ કહી તે સ્વપ્નોના અર્થનો સ્વીકાર કરી
કાળ
તે દેવાનંદા ઋષભદત્ત બ્રાહ્મણની સાથે મનુષ્ય સંબંધી ઊત્તમ ભોગોને ભોગવતી છતી રહે છે. અને તે સમયને વિષે શક્ર નામના સિંહાસન ઉપર બેસનાર, દેવોનો ઇન્દ્ર, દેવોનો રાજા, હાથમાં વને ધારણ કરનાર, અસુરોના પુરોનો નાશ કરનાર માટે પુરંદર, કાર્તિક શેઠના ભવમાં શ્રાવકની પાંચમી ડિમાને એકસો વખત વહન કરેલ તેથી શતક્રતુ કહેવાયો. તે કથા આ પ્રમાણે છે. પૃથ્વી ભૂષણ નગરમાં પ્રજાપાલ રાજા હતો. ત્યાં કાર્તિક નામે શેઠ હતો, તે શેઠ નવ તત્ત્વનો જાણ, સમ્યક્ત્વ સહિત બારવ્રતનો ધારણ કરનાર, સુદેવગુરુ ધર્મનો પરમ આરાધક હતો. તેણે શ્રાવકની પાંચમી પિંડમાને એકસોવાર વહન કરી હતી. અહીં શ્રાવકની અગિયાર પડિમા કહે છે. (૧) ‘પહેલી પિંડમામાં એક માસ સુધી શુદ્ધ સમક્તિ પાળવું. (૨) બીજીમાં બે માસ સુધી પૂર્વની ક્રિયાસહિત બાર વ્રત ધારણ કરે પાળે. (૩) ત્રીજીમાં પૂર્વની ક્રિયા સહિત ચૌદ નિયમ ધારે અને બે વખત સામાયિક કરે (૪) ચોથીમાં ચાર માસ સુધી પૂર્વની ક્રિયા સહિત પર્વ તિથિએ રાત દિવસનો પૌષધ કરે. (૫) પાંચમીમાં પાંચ માસ સુધી પૂર્વની ક્રિયા સહિત પૌષધની રાતે ચારે પહોર કાઉસ્સગ્ગ કરવો અને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન કરવું (૬) છઠ્ઠીમાં છ માસ સુધી પૂર્વની ક્રિયા પૂર્વક મન, વચન, કાયાથી અતિચાર રહિત શુદ્ધ શિયલ પાળે. (૭) સાતમીમાં સાત માસ
For Personal & Private Use Only
நகுழுழுழுழுழு
ASS
વ્યાખ્યાન
૧
૪૧
www.jainerary.cfg