________________
વ્યાખ્યાન
444444
કલ્પસૂત્ર 3 શકાય તેવું; હીરા, માણેક, મોતી, રૂપાનાણું આદિ પરીક્ષા કરવા જેવું એમ એ ચાર પ્રકારનું ધન
. (૫) ચોવીશ પ્રકારનું ધાન્ય (૬) ઘડયા વિનાનું સોનું રૂપું, (૭) ઘડેલ સોનું, રૂપું, દાગીના વગેરે, (૮) બે પગવાળા દાસ, દાસી, નોકર ચાકર વગેરે, (૯) ચાર પગવાળા ગાય, ભેંસ, ઘોડા વગેરે, એ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરી પ્રતિજ્ઞા લઈને પાળવી. એ વ્રતમાં-(૧) ક્ષેત્ર-ઘર-દુકાન આદિ કરેલ પ્રમાણથી વધારે રાખ્યાં હોય, (૨) ઘડેલ અથવા ઘડયા વિનાનું સોનું, રૂપું, આભૂષણ, સિક્કા વગેરે ધારેલ પ્રમાણથી વધારે રાખ્યા હોય, (૩) ચારે પ્રકારનું ધન તથા ઘઉં, મગ, અડદ વગેરે ચોવીશ પ્રકારનું ધાન્ય ધારેલ કરતાં વધારે રાખેલ હોય, (૪) બે પગવાળા દાસ, દાસી વગેરે તથા ચાર પગવાળા ગાય, ભેંસ વગેરે ધારેલથી વધારે રાખ્યાં હોય, (૫) તાંબુ, કાંસું, લોખંડ વગેરે હલકી જાતની ધાતુ ધારેલથી વધારે રાખી હોય, એ પાંચ અતિચાર દોષ પાંચમા વ્રતમાં લગાડવા નહીં.
(૬) છઠું દિશિવ્રત - ત્રણ પ્રકારે ધારવું. ઊંચે આકાશમાં, તથા નીચે પાતાળમાં અને તિહુઁ જમીન ઉપર વધારેમાં વધારે કેટલું જવું આવવું તેનું પ્રમાણ કરી પ્રતિજ્ઞા લઇ પાળવી. એ વ્રતમાં
(૧) ઊંચે પ્રમાણથી વધારે જવાયું હોય, (૨) નીચે પ્રમાણથી વધારે જવાયું હોય, (૩) ભૂમિ સ ઉપર વિષ્ણુ પ્રમાણથી વધારે જવાયું હોય, (૪) એક દિશામાં જવાનું ઘટાડી બીજી દિશામાં ગ્ર
પ્રમાણથી વધારે જવાયું હોય, (૫) લીધેલ પ્રમાણ વિસ્મૃત થવાથી પ્રમાણથી વધારે જવાયું
એ પાંચ અતિચાર દોષ છઠ્ઠી વ્રતમાં લગાડવા નહીં. j) (૭) સાતમા ભોગપભોગ વ્રતમાં - એકવાર વપરાય એવી ભોગ વસ્તુઓનો અને વારંવાર 5
વપરાય એવી ઉપભોગ વસ્તુઓનો નિયમ કરવાનો છે. એ વ્રત ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે તેમાં ભોજન પ્રકારના ચૌદ નિયમો દરરોજ દિવસના અને રાત્રિના ધારીને પાળવાના છે. તે ચૌદ નિયમો કહે છે (૧) સચિત્ત વનસ્પતિ, પાણી વગેરેનું વજન અને સંખ્યાથી પ્રમાણ, (૨) દ્રવ્ય-ખાવાના પદાર્થોની સંખ્યા, (૩) વિગઈ-ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને તળેલી ચીજો
44444444444444444444
41647
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang