________________
કલ્પસૂત્ર
FERRE
Jain Education International
દિવસે પોંજી પ્રમાર્જી ન હોય, (૫) પૌષધનો ઉપવાસ, પારણાની મંત્રણા કરી સારી રીતે પાળેલ ન હોય, એ પાંચ અતિચાર - દોષ પૌષધવ્રતમાં લગાડવા નહીં.
(૧૨) બારમું અતિથિ સંવિભાગ વ્રત - એટલે તિથિપર્વાદિલૌકિક વ્યવહારનો ત્યાગ કરી ભોજન સમયે ભિક્ષાર્થે જે આવે તે અતિથિ એટલે સાધુમુનિરાજ તેમને દાન આપવું તે. એમાં ન્યાયથી કમાવેલ દ્રવ્યથી ઉત્પન્ન થયેલ, પોતાના માટે તૈયાર કરેલ પદાર્થોને દેશકાળને જોઇને શુદ્ધ શ્રદ્ધાથી શ્રેષ્ઠ સત્કારપૂર્વક પશ્ચાતકર્માદિ દોષ રહિતપણે ઉત્કૃષ્ટ ભક્તિથી પોતાના આત્મા પર ઉપકાર કરવાની બુદ્ધિથી ઉત્તમ સાધુ-મુનિરાજને દાન આપવું-એ વ્રતમાં (૧) ન દેવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ પર દાન દેવા યોગ્ય અચિત્ત વસ્તુ મૂકી હોય, (૨) દેવા જેવી અચિત્ત વસ્તુને સચિત્તવસ્તુવાળી વસ્તુથી ઢાંકી હોય (૩) ગોચરીનો-સમય વીતી ગયા બાદ આમંત્રણ આપવું (૪) દેવા યોગ્ય આપણી વસ્તુને બીજાની કહેવી. (૫) ઇર્ષ્યા, અભિમાન કે ક્રોધથી આપવું. એ બારમાવ્રતમાં આ પાંચ અતિચાર-દોષ લગાડવા નહીં.
અંત સમયે આહાર પાણીના ત્યાગ રૂપ સંલેખના વખતે પાંચ અતિચાર-દોષ લગાડવા નહીં. (૧) ધર્મના પ્રભાવથી મને ઋદ્ધિ, સમૃદ્ધિ, સિદ્ધિ, આ ભવમાં પ્રાપ્ત થાય તો ઠીક. (૨) ધર્મના પ્રભાવે પરલોકમાં મને ઇન્દ્ર ચક્રવર્તી આદિની સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ (૩) સન્માન સત્કારાદિ જોઇને વધારે જીવું તો ઠીક (૪) ક્ષુધા તરસ આદિ સહન ન થવાથી હવે જલદી મરી જાઉં તો ઠીક (૫) ધર્મના પ્રભાવથી આવતા ભવમાં વિષય કામ ભોગાદિ મળે તો સારૂં. આ પાંચ પ્રકારની આશંસા વાંચ્છા સંલેખના કરવી તે દોષ છે, માટે એવી આશંસા વાંચ્છા કરવા રૂપ પાંચ અતિચારદોષ લગાડવા નહિં.
અહિં બીજી પડિમાના પ્રસંગમાં શ્રાવકના બાર વ્રતનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. સાથે ત્રીજી પડિમામાં પાળવાના ચૌદ નિયમોનું પણ વર્ણન થયું. આ ચૌદ નિયમ સાથે દરરોજ માટે સચિત્ત નામના નિયમમાં (૧) પૃથ્વી - માટી - મીઠું વગેરેનું પ્રમાણ કરવું. (૨) પાણી પીવા તથા
For Personal & Private Use Only
SSSSSSSS
தகுழுகுழுழுழுழு
વ્યાખ્યાન
૧
૪૯
www.jainelibrary.org