________________
திருகு
કલ્પસૂત્ર દેવાનંદા નામની બ્રાહ્મણી સ્ત્રીની કુક્ષિમાં ગર્ભ પણે રહેલા ભગવંતને હું વંદન કરું છું. ત્યાં રહેલા છે વ્યાખ્યાન
ભગવંત, અહીં રહેલા મને જુઓ. એમ કહી વંદન-નમસ્કાર કરીને ઇન્દ્ર પૂર્વ સન્મુખ સિંહાસન ) 5) ઉપર બેઠો, પછી તે દેવેન્દ્રને અંતરમાં ચિંતન સ્વરૂપ આવા પ્રકારનો મનોગત વિચાર આવ્યો કે, છે 0 એ થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જે અરિહંત ભગવંતો, ચક્રવર્તીઓ, બલદેવો અને કે કે વાસુદેવો-શૂદ્રકુળોમાં અધમકુળોમાં, અલ્પ કુટુંબવાળાં કુળોમાં, નિર્ધન કુળોમાં, લોભી કુળોમાં, ટે
ભીખ માગનારાં કુળોમાં, બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોય, જન્મતા હોય કે, જન્મશે, એવું કદાપિ ? બનતું નથી. પરંતુ નિશ્ચયથી અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો, શ્રી ઋષભદેવે સ્થાપિત કરેલા ઉગ્ર કુળોમાં અથવા ગુરુ સ્થાને સ્થાપિત કરેલા ભોગ કુળોમાં કે મિત્રસ્થાને સ્થાપિત કરેલા રાજ્ય કુળોમાં અથવા પ્રભુના જ ઇક્વાકુ કુળોમાં કે પ્રજાલોક તરીકે સ્થાપિત કરેલ
ક્ષત્રિય કુળોમાં અથવા હરિવર્ષ ક્ષેત્રના યુગલિયાના પરિવાર રૂપ હરિવંશ કુળોમાં અથવા બીજા દે એવા જ કોઈ વિશુદ્ધ જાતિવંશ કુળોમાં જન્મ્યા છે, જન્મે છે અને જન્મશે. છે ત્યારે પ્રભુ આ બ્રાહ્મણ કુલમાં કેમ આવ્યા? તો કહે છે કે લોકમાં એવા પણ આશ્ચર્યકારી રે
ભાવો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત થયે છતે થાય છે. આ અવસર્પિણીમાં પણ દશ આશ્ચર્યકારી ભાવો થયા છે. તે કહે છે. (૧) તીર્થંકરના ગર્ભનું હરણ થયું તે. (૨) ચમરેન્દ્રનો છે
સૌધર્મ દેવલોકમાં ઉત્પાત થયો તે. (૩) શ્રી વીર ભગવંતની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ છે. H) (૪) ચંદ્ર અને સૂર્યનું મૂળ વિમાનથી પ્રભુને વંદનાર્થે આવવું થયું તે. (૫) મહાવીર દેવને કેવળી (F)
બન્યા પછી પણ ઉપસર્ગ થયો તે. (૬) શ્રી કૃષ્ણનું અમરકંકા ગમન તે. (૭) મલ્લીનાથ તીર્થંકર છે - સ્ત્રી રૂપે થયા તે. (૮) હરિવંશ કુળની ઉત્પત્તિ થઈ છે. (૯) અસંયતિની પૂજા થઈ છે.
(૧૦) અને એક સમયમાં એકસોને આઠ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ થયા છે. આ દેશ આશ્ચર્યોમાં શ્રી ઋષભદેવ પ્રભુના તીર્થમાં એકસો આઠ સિદ્ધ થયા. શ્રી સુવિધિનાથ પ્રભુના ) તીર્થમાં અસંયતિઓની પૂજા પ્રવર્તે. શ્રી શીતલનાથ પ્રભુના તીર્થમાં હરિવંશ કુળની ઉત્પત્તિ થઇ. (5
4 4 4 4 4 4 4 4 4 4 4 4
குருருகு
૫૯
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang