________________
દ્વાર
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
શ્રી કલ્પસૂત્ર વ્યાસ્થાન – ૨
તીર્થકરોને ધર્મસારથી તરીકે વર્ણવ્યા. વળી એ ભગવંતો કેવા છે તો કે જેમ ચક્રવર્તી ત્રણ 5) સમુદ્ર અને ચોથા હિમવંત પર્વત એ ચારેના અંત સુધી પોતાના ચક્રથી પોતાની આજ્ઞા પ્રવર્તાવે જ (F) છે તેમ તીર્થકરો પણ નરકાદિ ચારે ગતિનો ધર્મચક્ર વડે અંત કરનારા હોવાથી ધર્મને વિષે શ્રેષ્ઠ 5
ચક્રવર્તી સમાન, સંસાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને દ્વીપ સમાન, અનનો પ્રતિકાર કરી રક્ષણ કરનારા, કર્મોના ઉપદ્રવોથી દુ:ખિત થયેલાઓને શરણ આપનારા, દુ:ખોથી મૂંઝાયેલાઓ માટે
ગતિરૂપ, સંસારકૂપમાં પડતા જીવો માટે આધારરૂપ, અન્યથી હણાય નહીં એવા કેવળજ્ઞાન અને છે કેવળદર્શનને ધારણ કરનારા, છબસ્થ એટલે અસર્વજ્ઞ અવસ્થા જેમની ચાલી ગઇ છે એવા, રાગ
દ્વેષને જીતેલા, ઉપદેશથી બીજા પ્રાણીઓને રાગ-દ્વેષથી જીતાડનારા, સંસાર સમુદ્રને તરી જનારા, અન્ય ભવ્યાત્માઓને સંસાર સાગરથી તારનારા, જીવાદિ સર્વ તત્ત્વોને જાણનારા, અન્ય જીવોને તત્ત્વોનો બોધ કરાવનારા, પોતે કર્મ બંધનોથી મુક્ત થયેલા, બીજાઓને કર્મ બંધનોથી મુક્ત કરાવનારા, કેવળજ્ઞાનથી ત્રણે લોકના સકળ પદાર્થોને દ્રવ્ય અને પર્યાયથી પણ જાણનારા,
કેવળદર્શનથી ત્રણે લોકના સકળ પદાર્થોને દ્રવ્ય અને પર્યાયથી જોનારા તથા ઉપદ્રવ રહિત, ૪) અચલ, રોગરહિત, અનંત, અક્ષય, પીડા રહિત, જ્યાંથી પાછું આવવાનું જ નથી એવા સિદ્ધિગતિ ) ફ) નામના સ્થાનને પામેલા, સર્વ ભયોને જીતનારાં એવા પ્રકારના મહાન ગુણોને ધારણ કરનારા , સર્વ જિનેશ્વરો છે. તે સર્વ જિનેશ્વરોને મારા નમસ્કાર થાઓ.
એ રીતે ઈન્દ્ર સર્વ તીર્થંકરોને નમસ્કાર કરીને હવે શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને નમસ્કાર કરવા કહે છે, નમસ્કાર થાઓ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને, પહેલાંના તીર્થકરોએ કહેલા અને સિદ્ધિગતિ નામના સ્થાનને પામવાની ઇચ્છાવાળા એવા ભગવંત રે શ્રી મહાવીરને, અહીં રહેલો એવો હું ત્યાં રહેલા એટલે બ્રાહ્મણકુંડગ્રામમાં ઋષભદત્ત બ્રાહ્મણની
51454 455 456 457 458 45454
144444444444444444444
ક) તીર્થંકરોએ
For Personal Priser