________________
કલ્પસૂત્ર દિ ત્રાયશ્ચિંશક દેવોના, સોમ, યમ, વરુણ, કુબેર નામના ચાર લોકપાલના તેમજ સોળ હજાર કે વ્યાખ્યાન
દેવીઓના પરિવાર વાળી પદ્મા, શિવા, શચી, અંજા, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી એ નામની આઠ મુખ્ય ઇન્દ્રાણીઓના, તથા બહારની મધ્યની અને અંદરની એમ ત્રણ પર્ષદાઓના, તેમજ ગંધર્વ નાટક, ઘોડા, હાથી, રથ, પાયદળ, બળદ, એવી સાત સેનાઓના, તથા સાત સેનાપતિઓના વળી ચારે દિશાઓના, પ્રત્યેક દિશાને આશ્રીને ચોર્યાશી ચોર્યાશી હજાર આત્મરક્ષક દેવોના મળી ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવોના, તેમજ બીજા ઘણા સૌધર્મવાસી દેવદેવીઓના એ પ્રમાણે સર્વ પરિવારના અધિપતિપણાના કાર્યને, રક્ષણકાર્યને, અગ્રેસરપણાને, નાયકપણાને, પોષકપણાને, અત્યંત મોટાપણાને, આજ્ઞાથી મોટા એવા સેનાપતિપણાને, અધિકારી પુરુષોથી કરાવતો પળાવતો છતો ઇન્દ્ર રહે છે. - તથા મોટા સ્વરવાળા નાટક, અખંડિત ગાયનની સાથે વાગતી વીણા અને હસ્ત તાલ તથા ત્રુટિત નામે વાજિંત્ર, મનોહર અને મેઘસમાન ધ્વનિવાળું માદલ વાજીંત્ર, મનોહર પડહના વાગવાના શબ્દો વડે, તથા બીજા પણ ઉત્તમ પ્રકારના વાજિંત્રના શબ્દો વડે દિવ્ય એવા દેવલોકના ભોગવવા યોગ્ય, અનુભવવા યોગ્ય વિષયોને અનુભવતો એવો ઇન્દ્ર આ લાખ યોજનના સંપૂર્ણ એવા જંબુદ્વીપને જોતો છતો રહે છે.
આવા સમયે આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના બાહ્મણકુંડ ગ્રામ નામના નગરમાં કોડાલસ ગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ચરમતીર્થપતિ ભગવાન શ્રી મહાવીર દેવને ગર્ભપણે ઉત્પન્ન થયેલા દેખે છે. દેખીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદિત થયો, મનમાં પ્રસન્ન થયો, ઘણા ચિત્તસંતોષને પામ્યો, હર્ષને કારણે વિકસિત હૃદયવાળો થયો, મેઘધારાથી સિંચિત કદંબ પુષ્પની જેમ વિકસિત રોમકૂપવાળો થયો,
પ્રફુલ્લિત ઉત્તમ કમલ સમાન મુખ અને નેત્રવાળો થયો. પ્રભુને ગર્ભને વિષે આવેલા જોઈ કે પ્રભુદર્શનથી અધિક ઉત્કંઠાવાળો થવાથી કંપતા ઉત્તમ કંકણ, બાજુબંધ, મુકુટ, કુંડલ અને હાર
$$$$$$444 4 4 4 4
குருருருருருருருருருருருருருருருருருருகும்
www.janelayang
Jain Education international
For Personal & Private Use Only