________________
કલ્પસૂત્ર )
૧
હે દેવાનંદા ! તું શ્રેષ્ઠ લક્ષણોવાળા, શ્રેષ્ઠ વ્યંજનોવાળા, અને શ્રેષ્ઠ ગુણોવાળા પુત્રને જન્મ (૬) વ્યાખ્યાન ૐ આપીશ, તથા માન અને ઉન્માન પ્રમાણ યુક્ત સુંદર પુત્રને તું જન્મ આપીશ, માન એટલે પુરુષોત્ત પ્રમાણ જળથી ભરેલ કુંડીમાં પચ્ચીશ વર્ષનો પુરુષ બેસે ત્યારે દ્રોણ પ્રમાણ જળ બહાર નીકળી જાય તો તે પુરુષ માનોપેત પ્રમાણયુક્ત જાણવો, તથા છ સરસવનો એક જવ, ત્રણ જવની એક ચણોઠી, ત્રણ ચણોઠીનો એક વાલ, સોળ વાલનો એક ગદિયાણો, દશ ગદિયાણાનો એક પલ, દોઢસો પલનો એક મણ, દશ મણની એક ધડી, અને દશ ધડીનો એક ભાર થાય. આવા અર્ધા ૐ ભારથી જે તોળાય તે પુરુષ ઉન્માનોપેત જાણવો. જે પુરુષનું શરીર પોતાની એકસો આઠ આંગળનું હોય તે ઉત્તમ પુરુષ જાણવો, તેમાં બાર આંગળનું મુખ હોય બાકીનું શરીર છનું આંગળનું હોય એમ સમજવું, જેનું શરીર છનું આંગળ પ્રમાણ હોય તે પુરુષ મધ્યમ જાણવો. તથા જેનું ચોર્યાશી આંગળનું શરીર હોય તે હીન પુરુષ જાણવો. શ્રી તીર્થંકર દેવોનું શરીર પોતાના આંગળ પ્રમાણે એકસોવીશ આંગળનું હોય છે. કારણ કે તેમના મસ્તક ઉપર બાર આંગળની શિખા હોય છે. હે દેવાનંદા ! તું સર્વ રીતે સુંદર, સૌમ્ય, ચંદ્ર જેવી કાન્તિવાળા, શ્લાધનીય, પ્રિયદર્શનવાળા દેવકુમાર જેવા શ્રેષ્ઠ પુત્રને જન્મ આપીશ.
SSSSSSS
Jain Education Internatio
એ તારો પુત્ર આઠ વર્ષનો થાશે, ત્યારે તેને ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન પરિણમશે અનુક્રમે યુવાવસ્થાને પામશે ત્યારે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદ અને પાંચમા ઇતિહાસ પુરાણ તથા છઠ્ઠા નિઘંટુ શબ્દકોશનો અંગોપાંગ અને રહસ્યસહિત પારગામી થશે. ચાર વેદોના ધારક, પાર પામનાર અને ભૂલી ગયેલાઓને સંભારી આપનાર થશે. છ અંગનો જ્ઞાતા, ષષ્ટિતંત્રમાં વિશારદ થશે. સાંખ્ય, ગણિત, આચાર શાસ્ત્રોમાં નિપુણ થશે. વ્યાકરણ, કાવ્ય, ન્યાય, છંદ, વ્યુત્પતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને બીજા પણ અનેક બ્રાહ્મણ સબંધી, પરિવ્રાજક સબંધી શાસ્ત્રોમાં અતિ નિપુણ થાશે.
For Personal & Private Use Only
GEE
૪૦
www.jainelibrary.calg