________________
કલ્પસૂત્ર
GEE
5குகுகுகு
Jain Education international
ઊતરી જવાથી શાન્ત અને સ્વસ્થ થઇ બે હાથના દશ નખ એકઠા થાય એ રીતે અંજલિ જોડી મસ્તક પર ભમાડી મસ્તક નમાવી દેવાનંદા બ્રાહ્મણી આ પ્રમાણે કહેવા લાગી. હે દેવાનુપ્રિય સ્વામિન્ ! .હું આજે અનિદ્રા અવસ્થામાં શય્યામાં હતી ત્યારે હું આવા પ્રકારનાં ઉદાર હાથી વૃષભથી અગ્નિશિખા સુધીનાં અત્યંત શોભાવાળાં ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગી ગઇ છું. તો હે દેવાનુપ્રિય ! એ ઉદાર કલ્યાણકારી એવાં ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણકારી ફળ અને વૃત્તિ ( વિશેષ થાશે તે કહો ! અહીં ફળ એટલે પુત્ર વગેરે અને વૃત્તિ એટલે આજીવિકાના ઉપાયો વગેરે
સમજવા.
પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા પાસેથી ચૌદ મહાસ્વપ્નોની વાત જાણી હદયમાં ધારીને અત્યંત હર્ષિત થયા, સંતુષ્ટ થયા, અત્યંત આહ્વાદિત થયા, મેઘધારાથી સિંચિત કદંબ વૃક્ષનું પુષ્પ જેમ વિકસિત થાય તેમ વિકસિત રુંવાટાવાળા બન્યા અને સ્વપ્નોના વિચારમાં ઊતરે છે. પોતાની સ્વાભાવિક મતિ અને બુદ્ધિ વિજ્ઞાનથી તે સ્વપ્નોના અર્થને વિચારીને દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહે છે. અહીં ભવિષ્યના નહીં પ્રાપ્ત થયેલા વિષયને જાણે તે મતિ કહેવાય, વર્તમાન કાળના પ્રાપ્ત થયેલા વિષયને જાણે તે બુદ્ધિ કહેવાય, અને ભૂત તથા ભવિષ્યના વિષયને જાણે તે વિજ્ઞાન કહેવાય એમ જાણવું.
ઋષભદત્ત બ્રાહ્મણ કહે છે કે હે દેવાનુપ્રિયે ! તેં મનોહર સ્વપ્નો જોયાં છે. કલ્યાણને ક૨ના૨, આરોગ્યને કરનાર, સંતોષ, દીર્ઘાયુ, ઉપદ્રવનો નાશ અને ઇચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરાવનાર સ્વપ્નો તેં જોયાં છે, તેથી હે દેવાનુપ્રિયે ! એ સ્વપ્ન દર્શનથી ધનનો લાભ, પુત્રનો લાભ, ભોગોનો લાભ, અને સુખનો લાભ તમને થાશે. હે દેવાનુપ્રિયે ! તું નવ માસ અને સાડાસાત અહોરાત્રી પૂર્ણ થયે પુત્રરત્નને જન્મ આપીશ.
કેવા પુત્રને જન્મ આપીશ તે કહે છે. સુકોમલ હાથ પગવાળા, સંપૂર્ણ પાંચે ઇન્દ્રિયવાળા, શુભ લક્ષણો, શુભ વ્યંજનો, અને શુભ ગુણોવાળા પુત્રને તું જન્મ આપીશ. અહીં લક્ષણોની વાત
For Personal & Private Use Only
தகு
વ્યાખ્યાન
૧
૩૬
www.jainalarary.cfg