________________
વ્યાખ્યાન
કલ્પસૂત્ર 2 લાખ સતાણું હજાર, એકસો બાવન ટુકડા થાય એવા એ એક એક ટુકડાના અસંખ્યાતા અસંખ્યાતા કે
અતિ સૂક્ષ્મ ટુકડા કરાય જે ટુકડાના પછી ટુકડા કરી જ ન શકાય એવા ટુકડાઓથી એ કુવો ઠાંસી રે ઠાંસીને ભરવો, જેના પરથી ચક્રવર્તીની સેના ચાલે તો પણ વાલાગ્રો નમે નહીં અને ખસે નહીં. એવો કુવો ભર્યા પછી એમાંથી સો સો વર્ષે એક એક ટુકડો કાઢતાં જ્યારે એ કુવો ખાલી થાય ત્યારે તે એક પલ્યોપમ કાળ કહેવાય એવા દશ ક્રોડાક્રોડ કુવા ખાલી થાય, ત્યારે તેટલા પલ્યોપમ કહેવાય, તે દશ ક્રોડાક્રોડ પલ્યોપમનો એક સાગરોપમ કહેવાય. એવા વીશ ક્રોડાક્રોડ સાગરોપમનો એક કાળચક્ર કહેવાય. એવા અનંતા કાળચક્રો ધર્મ કર્યા વિના ચારે ગતિમાં રખડતા અનંત અસહ્ય દુઃખોને સહન કરતા અત્યંત પીડાતા એવા જીવોના વ્યતીત થઈ ગયા છે. જે જીવો જિનેશ્વરદેવોએ કહેલ ધર્મની આરાધના કરતા છતાં ધર્મમય જીવન વીતાવતા રહે છે, તે જીવો
સદાને માટે બધા દુ:ખોથી છૂટી જાય છે, અને પરમાત્મા બની શાશ્વતા સુખોને ભોગવતા છતા - સદાને માટે મોક્ષમાં વસનારા થઇ જાય છે.
તપસાવંત ભગવાન શ્રી મહાવીર દેવ ગર્ભપણે આવ્યા ત્યારે, દેવલોકથી જ તેમની સાથે ત્રણ જ્ઞાન હતાં. તેથી પ્રભુ હું ચ્યવવાનો છું એમ જાણતા હતા, અવવાનો કાળ અતિ સૂક્ષ્મ એક સમયનો જ હોવાથી હું આવી રહેલ છું એમ તે અવન કાળને જાણતા નથી, પરંતુ પછી હું અવ્યો છું એમ પ્રભુ જાણે છે.
દેવો જ્યારે આવવાના હોય તેથી આગળ છ માસથી દેવોની માળાઓ કરમાય છે, કલ્પવૃક્ષો કંપતાં જણાય છે, લક્ષ્મી તેમજ લજ્જાનો નાશ થાય છે, વસ્ત્રો રંગરહિત શોભા વિનાનાં થાય છે, દીનપણું આવે છે, તંદ્રા થાય છે. કામ, રાગ તથા શરીરનો નાશ થતો રહે છે. આંખોમાં
ચક્કર આવે છે, શરીરમાં ધ્રુજારી છૂટે છે, ઉદ્વેગ થાય છે. એ અને એવા બીજા ભાવો પણ થાય કિ છે. પરંતુ અતિશય પુણ્યશાળીપણાને કારણે શ્રી તીર્થકરોના જીવોને આ ભાવો પ્રાયે થતા નથી. E
41 442 443 44 45 46 47
4444444445 H H H H H H 444
54444
1515
૩૪
in Education international
For Personal Private Lise Only
www.
jelbrary.org