________________
કલ્પસૂત્ર
ભગવાન શ્રી મહાવીર દેવ પણ પ્રકષ્ટ પુણ્યના પ્રતાપે ઉપરોક્ત ભાવોની અસરમાં આવ્યા વ્યાખ્યાન ન હતા હવે પ્રભુ જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં જે રાત્રીએ આવ્યા તે રાત્રીએ 5) દેવાનંદા પોતાની શયામાં, નહીં અતિ નિદ્રા લેતી, નહીં અતિ જાગતી એવી અલ્પનિદ્રાવાળી છતી »
જેનું સ્વરૂપ આગળ કહેવાશે એવા પ્રશંસા યોગ્ય, શુભ સમૃદ્ધિના કરનારા, કલ્યાણકારી, ઉપદ્રવોને > શાંત કરનારા, ધનને આપનાર, દુરિતો-પાપોને શમાવનાર, મહામંગલકારી, સુંદર એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગી ગઇ.
એ ચૌદ સ્વપ્નો આ પ્રમાણે : ૧) હાથી, ૨) બળદ, ૩) સિંહ, ૪) લક્ષ્મીદેવી, ૫) પુષ્પમાળા, ૨ ૬) ચંદ્ર, ૭) સૂર્ય, ૮) ધ્વજા, ૯) કળશ, ૧૦) પદ્મ સરોવર, ૧૧) ક્ષીર સમુદ્ર, ૧૨) દેવવિમાન
અથવા ભવન, ૧૩) રત્નોનો ઢગલો, ૧૪) ધૂમાડા વિનાનો અગ્નિ એ ચૌદ સ્વપ્નો જાણવાં.
આમાં બારમા સ્વપ્નમાં વિમાન અને ભવન એ બે કહ્યા તેમાં એમ જાણવું કે ભગવાન મહાવીરની દિ જેમ સ્વર્ગથી આવતા તીર્થંકરની માતા વિમાન જુએ છે અને શ્રેણિકાદિની જેમ નરકથી આવતા તીર્થકરની માતા ભવન એટલે ઘર જુએ છે.
મહામંગલકારી વખાણવા યોગ્ય ચૌદ મહાસ્વપ્નો જોઈને દેવાનંદા બ્રાહ્મણી અત્યંત હર્ષ 3 પામી, સંતુષ્ટ થઈ, તેનું મન આનંદિત અને પ્રીતિયુક્ત થયું. તેનું હૈયું હર્ષથી પ્રફુલ્લિત થઈ જાણે
કદંબના ફૂલ મેઘધારાથી ખીલી ઊઠયાં હોય તેમ વિકસિત રુંવાટાવાળું થયું, આ સ્વપ્નાઓને
સંભારતી તેણી શય્યામાંથી ઊઠીને વરા વિનાની, ચંચલતા વિનાની, ભય વિનાની, એવી રાજહંસ (F) જેવી ગતિથી ચાલતી છતી જ્યાં પોતાના પતિ ઋષભદત્ત બ્રાહ્મણ છે, ત્યાં આવે છે, અને તે E ઋષભદત્ત બ્રાહ્મણનો જય થાઓ, વિજ્ય થાઓ એવા શબ્દોથી વધારે છે. આમાં જે જ્ય શબ્દ કિ રે છે, તે વૃદ્ધિને અને બીજાઓથી પરાભવિત ન થવા પણાને સૂચવનાર છે. અને વિજ્ય શબ્દ છે, ?
તે બીજાઓના ઈર્ષ્યા, અદેખાઈના નાશને સૂચવનારો છે, અથવા સ્વદેશમાં જય થાઓ અને પરદેશમાં વિજય થાઓ એમ સૂચવનાર છે, જય-વિજયથી વધાવીને ભદ્રાસન ઉપર બેસી થાક
fil444444444444444444
54444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www
inbrary.org