________________
કલ્પસૂત્ર
5949
$4451 4554 4 4 4 4 4 4 4
માતાપિતા થનારા અને કર્મ પ્રમાણે ચારે ગતિમાં જનારા તેમ કર્મ ક્ષય કરીને મોક્ષે પણ જનારા
વ્યાખ્યાન હોય છે. આ આરામાં છ સંઘયણ અને છ સંસ્થાન જીવોને હોય છે.
દુષમ નામના એકવીશ હજાર વર્ષના પ્રમાણવાળા, આ પાંચમા આરાના મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકસો વર્ષથી કાંઈક અધિક હોય છે, અને શરીર પ્રમાણ સાત હાથનું હોય છે. ઘટતાં ; ઘટતાં આરાના અંતે આયુષ્ય વીશ વર્ષનું રહે છે. શરીર પ્રમાણ એક હાથનું રહે છે. આ પાંચમા આરામાં જન્મેલ કોઈ પણ મનુષ્ય મોલમાં એ કાળમાં જઈ શકતો નથી. કર્મ પ્રમાણે ચારે ગતિમાં છે જીવો ઉત્પન્ન થાય છે.
દુષમ દુષમ નામના એકવીશ હજાર વર્ષના પ્રમાણવાળા છઠ્ઠા આરાના મનુષ્યોનું ઉત્કૃષ્ટ ? આયુષ્ય વીશ વર્ષનું અને અંતે સોળ વર્ષનું હોય છે. શરીર પ્રમાણ પ્રારંભમાં એક હાથનું અને આરાના અંતે મુઠ્ઠી વાળેલા હાથનું હોય છે. આ છઠ્ઠા આરાના મનુષ્યો અત્યંત તાપ અને અત્યંત શીતને સહન ન કરી શકવાથી વૈતાઢય પર્વતની દક્ષિણ અને ઉત્તર બાજુએ રહેલ ગંગા અને સિંધુ મહાનદીઓના બન્ને બાજુના કાંઠામાં રહેલ બોંતેર બીલો (નાની ગુફાઓ) માં રહેશે. તેઓ નદીના મસ્યોનો આહાર કરનારા મહાક્રોધી હશે. એ કારણે તેઓ મરીને નરકાદિ દુર્ગતિમાં છે જનારા થાશે. નિર્લજ્જ અને મર્યાદા વિનાના હશે. સ્ત્રીઓ છà વર્ષે ગર્ભને ધારણ કરનારી થાશે. આ અવસર્પિણી કાળના છઠ્ઠા આરાનું વર્ણન જે રીતનું છે તેના પશ્ચાનુપૂર્વીના અનુક્રમથી છઠ્ઠાઈ આરા જેવો પહેલો, પાંચમાં જેવો બીજો, યાવતુ પહેલા જેવો છઠ્ઠો આરો ઉત્સર્પિણી કાળનો જાણવો. આ ઉત્સર્પિણી કાળમાં દિવસે દિવસે સમસ્ત પદાર્થોના વર્ણાદિ ગુણોની વૃદ્ધિ થાય છે.) દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થકરો, બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, પ્રતિવાસુદેવો, અને નવ બળદેવો મળીને 2ષઠ શલાકા પુરુષો થાય છે.
હવે અહીં સાગરોપમનું પ્રમાણ કહે છે. એક યોજનના ઊંડા, લાંબા, પહોળા એવા કુવામાં પડે દેવકુરુ અથવા ઉત્તરકુરુના સાત દિવસ સુધીના જન્મેલા યુગલિયાના માથાના એક વાળના વીશ
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org