________________
કલ્પસૂત્ર
Jain Education Internation
குகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
મનુષ્યપણું પામીને પણ ઘણા જીવો અનાર્ય દેશોમાં ઉત્પન્ન થઇ કે, આર્ય દેશોમાં પણ માંડણી અનાર્ય એવા કસાઇ, શિકારી, મચ્છીમાર, ચંડાલ વિગેરે હલકી જાતોમાં ઉત્પન્ન થઇ હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, ૫૨પીડન વિગેરે અનાર્ય કાર્યો કરતા છતા બહુ દુ:ખી થાય છે, દરદ્રિ થાય છે. કેટલાંક પર સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા વિગેરેને જોઇને ઇર્ષ્યાથી બળતા રહી દુ:ખી થાય છે, કેટલાંક હંમેશા મજુરી, નોકરી કરતા પરાધીનતા ભોગવતા દુઃખી જીવન જીવે છે, અનેક રોગોથી, વિયોગોથી અને અપ્રાપ્તિ વિગેરેથી પીડાતા રહે છે. અગ્નિ દ્વારા અગ્નિ જેવી તપાવેલ સોયોને રોમેરોમ ભોંકવાથી જેવી પીડા થાય છે, તેથી આઠગણી પીડા જીવને ગર્ભાવાસમાં થાય છે, અને ગર્ભાવાસથી પણ સંખ્ય અસંખ્યગણી પીડા જન્મતાં થાય છે. એથી પણ સંખ્ય અસંખ્ય ગણી પીડા મરણ વખતે થાય છે. બાલ્યાવસ્થામાં મલમૂત્રથી, યૌવનાવસ્થામાં વિષયાધિનતાથી, વૃધ્ધાવસ્થામાં શ્વાસ, ખાંસી, દમ, અશક્તિ, પરાધીનતા વિગેરેથી આ જીવ પીડાય છે. દેવ દુર્લભ (5) માનવ અવતારને મેળવી સતત જૈન ધર્મની આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કરી સર્વ દુઃખથી મુક્ત એવા સિદ્ધ પરમાત્માના પદને પ્રાપ્ત કરી લેવું જોઇએ. તેમ ન કરવાથી આ જીવ મનુષ્ય અવતારને ગુમાવીને અસહ્ય દુઃખ પૂર્ણ એવી દુર્ગતિઓમાં અનંતકાળ ભટકતો અત્યંત દુઃખી થઇ જાય છે, એ ઘણા ખેદની વાત છે.
દેવગતિમાં દેવ થઇને બીજા દેવોની વધારે સમૃદ્ધિ અને પોતાની અલ્પ સમૃદ્ધિને જોઇને ખેદ કર્યા કરે છે, બળવાન દેવ તેનું કાંઇ લૂંટી હરી જાય તો તેને પહોંચવાને અસમર્થ થયો છતો દુઃખ શલ્યથી પીડાયા કરે છે, પુણ્યથી દેવલોક મલ્યા છતાં કામ, ક્રોધ, માન, ભય, ઇર્ષ્યા વિગેરેથી (5) સતત પીડાયા કરે છે. દેવલોકથી ચ્યવવાના હોય ત્યારે આગળથી જ એમના કલ્પવૃક્ષો કંપે છે, માળાઓ કરમાય છે, વસ્રો મલીન થાય છે, દીનતા આવે છે, આળસ નિદ્રા આવે છે, સર્વે અંગોપાંગના સાંધા ઢીલા થાય છે, તેથી તેમને ઘણી પીડા થાય છે. આવા ચિન્હોથી પોતાનો
મૈં ચ્યવવાનો કાળ જાણી દેવો બહુ જ ભયભીત થાય છે. તેથી વિમાનમાં, નંદનવનમાં, વાપીઓમાં, કે કોઇ પણ સ્થાને તેમને શાન્તિ થતી નથી. ‘હાય! મારે શું માનુષી સ્ત્રીના ગર્ભમાં ઉંધે મસ્તકે – ૧૬
www.jainelibrary.org
For Personal & Private Use Only