________________
કલ્પસૂત્ર કે
આવો સતત ઉપદેશ આપતા એવા સાધુઓએ વર્ષાકાળમાં જીવરક્ષાના કારણે એક ક્ષેત્રમાં કે માંડણી 2 રહેવું જોઇએ. સાધુઓને વીશ વિશ્વા દયા પાળવાની હોય છે. સવા વિશ્વા દયા પાળનાર
શ્રાવકોએ પણ દેશપરદેશ જવા આવવાનો ચાતુર્માસમાં સંયમ રાખવો જોઇએ. આ માટે શ્રીકૃષ્ણ જેવા મહારાજાનું દ્રષ્ટાંત વિચારવું જોઈએ.
શ્રીકૃષ્ણ મહારાજાએ જીવદયા માટે ચાતુર્માસમાં પોતાની સભામાં આવવાની સોળહજાર » રાજાઓને ના કહેવડાવી હતી. કારણ કે, ચાતુર્માસમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે, તેથી જવા )
આવવાથી પણ ઘણા જીવોની વિરાધના થવાના કારણે મંત્રીઓએ “ઠાકોર પોઢ્યા છે” એમ | » રાજાઓને કહેવડાવી મોકલ્યું ત્યારથી દેવ પોઢણી એકાદશીની પ્રસિધ્ધિ થઈ.
વર્ષાકાળમાં ચાતુર્માસ રહેલા સાધુઓએ પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર વાંચવું. એ પર્યુષણ પર્વ | જેમ મંત્રોમાં શ્રી પરમેષ્ઠિ મંત્ર, તીર્થોમાં શ્રી શત્રુંજ્ય તીર્થ, દાનમાં અભયદાન, ગુણોમાં (E) વિનયગુણ, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, દર્શનોમાં જૈન દર્શન, દૂધમાં ગાયનું દૂધ, તપમાં ઇન્દ્રિયદમન, ટે
જળમાં અમૃતજળ, જ્યોતિષીઓમાં ચંદ્ર, આભૂષણોમાં મુકુટ, હાથીઓમાં ઐરાવણ હાથી, . ઘોડાઓમાં પંચવલ્લભકિશોર, ગાયોમાં કામધેનુ, ધાતુઓમાં સુવર્ણ, ઇન્દ્રિયોમાં નયન, જ્ઞાનમાં ૨ કેવળજ્ઞાન તેમ બધા પર્વોમાં પર્યુષણ મહાપર્વ શ્રેષ્ઠ છે. શ્રી કલ્પસૂત્ર પણ એ રીતે સર્વ શાસ્ત્રોમાં શું મહિમાવંત છે. શ્રી પર્યુષણ મહાપર્વના દિવસોમાં શ્રી કલ્પસૂત્ર સાંભળવું જોઈએ. જેઓ આ (5) પર્વમાં મોટા મહોત્સવ પૂર્વક અઠ્ઠમતપ કરી શ્રી કલ્પસૂત્ર સાંભળે છે તે ભવ્યાત્મા નાગકેતુની પેઠે E કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે.
ચંદ્રકાન્તા નગરીમાં વિજ્યસેન રાજા હતો. શ્રીકાન્ત નામનો શેઠ હતો. શ્રીસખી નામે શેઠાણી Sિ હતી. તેમને એક પુત્ર થયો. તેને થોડા દિવસ થયા ત્યારે પર્યુષણ પર્વ સમીપમાં આવતા હોવાથી માણસો પરસ્પર કહેવા લાગ્યા કે, આપણે પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠમતપ કરશું. આ સાંભળવાથી
S441 GGGGGG
1444444444
குருகுரு குருகு குகுகுகுகுகுகுகுகுகுகும்
Jain Education internatio
For Personal & Private Lise Only
1
www.jainelibrary.org