________________
કલ્પસૂત્ર
ચોથા ભાવ પ્રકારમાં-ભાવ ધર્મમાં, સંસાર દુઃખદાયી અને ભયંકર છે, મિથ્યાત્વ સર્વ દુઃખોને માંડણી અપાવનાર છે, એમ વિચારી સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાની ભાવનાઓ તથા સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધનાની વિશિષ્ટ ભાવનાઓ સતત ભાવવી. મારું એવું સદભાગ્ય ક્યારે જાગશે ? કે, હું સમ્યકત્વ પામી સંસારની બધી સમૃદ્ધિઓને અને પ્રલોભક વિષય સામગ્રીઓને સાપ જેમ કાંચળીને તજે તેમ તજીને ત્યાગી મહાવ્રતધારી બનું. વળી એ સમય મને ક્યારે આવશે કે, હું મહાવ્રતધારી બનીને બેંતાલીશ દોષરહિત આહારપાણી લાવી ગુરુ મહારાજની તથા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણી, ગણાવચ્છેદક, પ્રવર્તક, તપસ્વી, બાલ, વૃદ્ધ વિગેરે મહાવ્રતધારીઓની સેવા ભક્તિ કરૂં. વૈયાવચ્ચ કરૂં. વળી એ ભાગ્ય ક્યારે જાગશે કે, હું મહાવ્રતધારી બની સમસ્ત જૈનાગમોનું અધ્યયન કરી જગતના જીવોને સતત ઉપદેશ આપતો રહી સર્વ જીવોને શાસનના રસિયા બનાવું? વળી કમભાગ્યે જ્યાં સુધી ચારિત્ર ન લઈ શકું ત્યાં સુધી ચારિત્ર ગ્રહણની તીવ્રભાવના રાખીને ક્યારે સંઘપતિ બની હું શત્રુજ્ય, સમેતશિખરાદિ મહાતીર્થોની યાત્રા હજારો અને લાખો સાધર્મિકોને કરાવીશ ? વળી ક્યારે એ મહાતીર્થોનો જીર્ણોદ્ધાર કરાવવા અને નવીન જિનાલયો બંધાવીને પૃથ્વીને જિનમંદિરોથી અલંકૃત કરવા ભાગ્યશાલી બનીશ ? તેમજ જૈનાગમોને D લખી લખાવી સાચવવા માટે જ્ઞાનભંડારો કરવાની વિશ્વવ્યાપી કાર્યવાહી ક્યારે કરીશ? વળી ક્યારે HD (E) હું જિનેશ્વર-દેવની પૂજા, આંગી, ભાવના કર્યા ઉપરાંત સત્પાત્ર એવા સાધુ-સાધ્વીજીઓની સમર્પણ :
ભાવનાથી સતત આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વગેરેથી પ્રશંસાપાત્ર ભક્તિ કરતો રે રહી આત્માને ધન્ય ધન્ય બનાવીશ ? મારા સાધર્મિક બંધુઓ ધર્મશ્રધ્ધા પ્રાપ્ત કરે, ધર્મજ્ઞાન મેળવતા ; રહે અને ધર્મ આચરણ કરતા રહે એવી બધી વ્યવસ્થા હું ક્યારે કરીશ ? અને આર્થિક રીતે સિદાતા
સાધર્મિકોને ક્યારે સહાય આપતો રહીશ, તથા દીન દુ:ખીઓના દુ:ખ ટાળવા યોગ્ય વ્યવસ્થા (ક) ક્યારથી કરતો રહીશ, એવું ભાગ્ય મારૂં ક્યારે જાગશે ? એ અને એવી બીજી ભાવના ભાવવી શક્તિ (E)
મળે ત્યારે ભાવનાઓ પ્રમાણે ઉપરોક્ત કાર્યો અને પરઉપકાર કરી છૂટવું એવી રીતે ભાવધર્મની - આરાધના કરવી. એથી પરમાત્મા થવાય છે, પરમપદ પ્રાપ્ત થાય છે.
44444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org