________________
ફમાંડણી
કલ્પસૂત્ર
;
5555
திருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும்
(બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે પોતાનો પૂર્વભવ જોયો અને પર્યુષણ પર્વમાં અઠ્ઠમતપ શું કરવાનો નિર્ણય કરી અઠ્ઠમતપ કર્યું. તેથી તેણે સ્તનપાન કર્યું નહીં એથી શરીર સુકાયું અને
મૂચ્છિત થઈ ગયો. શેઠ શેઠાણીએ ઘણા ઉપાયો કર્યા પણ બાળકની મૂર્છા વળી નહીં. પછી
બાળકને મૃત્યુ પામેલો જાણી પિતા શોકથી મૃત્યુ પામ્યા. કુટુંબીઓએ બાળકને પૃથ્વીમાં દાટયો, કિ રાજાને ખબર પડવાથી અપુત્રીયા શેઠનું ધન લેવા રાજપુરુષોને મોકલ્યા. આ સમયે ધરણેન્દ્રનું આ આસન કંપાયમાન થયું.
અવધિજ્ઞાનથી હકીકત જાણી ધરણેન્દ્ર ત્યાં આવી અમૃત સિંચનથી બાળકને મૂચ્છરહિત ચેતનવંતો બનાવી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. આયુધ હાથમાં રાખી શેઠને ઘરે આવી અપુત્રીયાનું ૨. ધન લેતા રાજપુરુષોને અટકાવ્યા એ જાણી રાજા ત્યાં આવી કહેવા લાગ્યો કે, અમારા રાજ્યમાં
અપુત્રીયાનું ધન રાજા લઇ લે એવી પરંપરા છે, તો તે લેતાં તું કેમ અટકાવે છે ! ધરણેન્ટે કહ્યું, રાજન્ ! શેઠનો પુત્ર જીવતો છે. રાજાએ કહ્યું બતાવો, એથી ધરણેન્દ્ર જમીનમાંથી શેઠના પુત્રને જીવતો કાઢી બતાવ્યો એ જોઇ જનતા વિસ્મય પામી. ભૂપાલે કહ્યું, તમે કોણ છો ? અને આ બાળક કોણ છે? ધરણેન્દ્ર કહ્યું, હું નાગરાજા ધરણેન્દ્ર છું. આ બાળકના અઠ્ઠમતપના પ્રભાવથી મારું આસન કંપવાથી હું અહીં આવેલ છું. નૃપતિએ કહ્યું, બાલ્યવયમાં આણે અઠ્ઠમતપ કેમ કર્યું ? ધરણેન્દ્ર કહ્યું, પૂર્વભવમાં એ વાણિયાનો પુત્ર હતો. બાળપણમાં એની માતા મરણ પામી, તેથી એના પિતાએ બીજી પત્ની કરી. ઓરમાન માતા એ બાળકને અપરાધ વિના અપરાધ જણાવીને ખૂબ દુ:ખ દેતી હતી. બાળકે ઘણા દુ:ખની વાત પોતાના જૈન ધર્મી મિત્રને કહી. તેને સાત્ત્વન આપતાં મિત્રે કહ્યું કે, ભાઈ ! ધર્મ કર્યા વિના જીવને સુખ મળતું નથી. તેં પૂર્વ ભવમાં ધર્મ કરેલ નહીં હોય તેથી તને દુ:ખ મળે છે. એ સાંભળી મિત્ર પાસેથી સમજ મેળવી તે બાળક ધર્મ કરવા લાગ્યો. પર્વ તિથિઓમાં ઉપવાસ કરવા લાગ્યો. બીજી તિથિઓમાં નવકારસી, પોરિસી, સાઢપોરિસી, એકાસણ વગેરે તપ કરવા લાગ્યો, પછી પર્યુષણ મહાપર્વ સમીપમાં હતા ત્યારે
454545F file
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org