________________
કલ્પસૂત્ર 5) રહેવું પડશે? અને ત્યાં શું મારે શુક્ર રૂધિરાદિ અશુચિ પદાર્થોનું ભક્ષણ કરવું પડશે? હાય, હાય! (F) માંડણી
ઉં એમ શોક કરતા દેવલોકના સુખોને અને મનુષ્ય તિર્યંચના દુઃખોને સંભારી સંભારી દુઃખિત થઈ (E) દેવલોકમાંથી એવી જાય છે.
આ ચારે ગતિના આવા ભયંકર દુ:ખો નાશ કરવા માટે જૈનધર્મ સિવાય કોઇ સમર્થ સાધન આ જગતમાં નથી. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે, ધર્મ માતાની જેમ પોષે છે, પિતાની જેમ રક્ષે છે, બંધુની જેમ સ્નેહ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે. ધર્મ જ શ્રેષ્ઠિનું, રાજાનું, બલદેવનું, વાસુદેવનું, ચક્રવર્તીનું, દેવેન્દ્રનું, જિનેન્દ્રનું અને સિદ્ધ પરમાત્માનું પદ વિગેરે અપાવે છે.
એ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે આરાધવો જોઇએ. જ્ઞાનદાન, અભયદાન ધર્મોપગ્રહ દાન એમ દાન ધર્મ ત્રણ પ્રકારે છે. ધર્મને નહીં જાણનારા, નહીં માનનારાઓને ધર્મનું જ્ઞાન આપવું, બીજાઓ પાસેથી અપાવવું, ધાર્મિક શાળાઓ સ્થાપી ધર્મજ્ઞાન અપાવવાની કાયમી વ્યવસ્થા કરાવવી. ધાર્મિક જ્ઞાનદાનથી આત્મા કેવળજ્ઞાન પામી સિધ્ધ-પરમાત્માના પદને પ્રાપ્ત કરે છે.
બીજો પ્રકાર અભયદાનનો છે, તેમાં એકેન્દ્રિયથી-પંચેન્દ્રિય સુધીના અનંતાનંત જીવોને અભયદાન દેવું. એ બધા જીવોની હિંસા ન કરવી, દુ:ખ ન દેવું, બીજાઓ પાસેથી પણ હિંસા કરાવવી નહીં, દુ:ખ દેવરાવવું નહીં પરંતુ અભયદાન અપાવવું, સર્વ વિરતિ ગ્રહણ કરી સારી : રીતે પાળવાથી સારી રીતે અભયદાન અપાય છે, એવું અભયદાન આપનાર ત્રણ જગતનો પૂજ્ય થાય છે, સત્પાત્ર થાય છે, એમની ભકિત કરનાર પણ ચારિત્ર પામી અનુક્રમે સર્વ દુઃખ મુક્ત થાય છે, તે અભયદાન આપવા સામાયિક, પૌષધ, તપસ્યા વિગેરે કરવું જોઇએ. આ અભયદાનથી જીવો જન્મ, મરણ, જરાદિના દુ:ખથી મુક્ત થઇ સિધ્ધ પરમાત્મા પદને પામે છે ) અને સદાને માટે નિર્ભય બની જાય છે.
4444444444444444
$4444444444444444444
૧૭
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org