________________
44144574
કલ્પસૂત્ર )
થઈને પાણી વિગેરેથી બુઝાવાઈ, ઘણ વિગેરેથી કુટાઈ દુઃખી થઈ મરે છે. વાઉકાય થઈને અગ્નિ, કઈ માંડણી પંખા વિગેરેથી હણાય છે. વારંવાર શીતોષ્ણ દ્રવ્યાદિના સંસર્ગ વિગેરેથી દુઃખિત થઈ મરે છે. અનેક જાતની વનસ્પતિકાય થઇને વારંવાર ઇદન, ભેદન, છૂંદન, કુટ્ટન, પાચન, ભક્ષણ, ક્ષાર મેલન, જુવાલન વિગેરેથી દુઃખિત થઈ મરે છે. અનંતકાળ સુધી ફરીફરી એમાં જ ઉત્પન્ન થઇ આવા દુ:ખો ભોગવી મરે છે.
બેઇન્દ્રિયમાં કરમિયા, ગંડોલા, ઇયળ, પુરા, અળસિયા, ચલિતરસના, અથાણાના અને ચાર મહાવિગઈ આદિના જીવો રૂપે થઈ પગથી કચડાઈ, પક્ષીઓથી ભક્ષણ કરાઇ, માણસોથી ભક્ષણ કરાઇ, પાણીથી દવા વિગેરેથી પીડાઈને મરે છે. - તે ઇન્દ્રિયમાં જા, માંકડ, કીડીઓ, કુંથુઆ વિગેરે થઈ મસળાઈ, ગરમ પાણીથી, પગથી, F ખાવાની વસ્તુઓમાં પડી જવાથી, અનાજ સાથે પીસાઈ, રંધાઈ જવાથી અતિ દુઃખી થઈ મરે છે. ઉં
ચૌરિદ્રિયમાં મધમાખી, ભમરા, મચ્છર, ડાંસ, વીંછી, માખી, પતંગિયા, તીડ વિગેરે જીવો લોકોથી સ્વાર્થ ખાતર અનેક પ્રકારોથી કે દવા વિગેરેના પ્રયોગોથી પીડાઈ મરે છે. - તિર્યંચ પંચેન્દ્રિયમાં માછલા વિગેરે જલચર જીવો થઈ પરસ્પર ખવાય છે. મચ્છીમારો પકડીને કે વેંચે છે, ચીરે છે, રાંધે છે, ખાય છે. સ્થલચરોમાં શિકારીઓ વડે હરિણાદિના શિકાર થાય છે, ચીરાય છે, રંધાય છે, ખવાય છે. સિંહ, વાઘ, ચિત્તા વિગેરે હિંસક પ્રાણીઓ મૂગલા, ઘેટાં, બકરા, 8 ઉંદર વિગેરેને મારી ખાય છે, લોહી ચૂસી જાય છે, યજ્ઞમાં કે દેવ-દેવીઓને બલિદાનના ન્હાનાથી કાપવામાં આવે છે, ખાવામાં આવે છે. ખેચર જીવોમાં હિંસક પક્ષીઓ ચકલા, પારેવા, પોપટ, તેતર વિગેરે પક્ષીઓને પકડી, મારીને ખાઈ જાય છે. શિકારીઓ પક્ષીઓને પકડીને મારે છે.
જન્મતાંજ ઇંડા અવસ્થામાં છૂટથી ફોડી ખવાય છે. શાસ્ત્ર, જાલ, અગ્નિ વિગેરેથી સદા ભયભીત 3 રહે છે. આવા અનેક પ્રકારે તિર્યંચ પંચેન્દ્રિયો અગણિત તીવ્ર દુઃખોથી પીડાય છે.
குருருருருருருருருருரு
4444444444444444441
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang