________________
תכתבותכתכתבותכתבותכתבתברברבותבותכותבתכתכתברכתכתכתכתברכתכותבותכותכותבותכותבתכתבותכותב
ગુણોથી વડીલ ગુરૂઓના કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૦૯ માં પૂ. દાદાગુરુજી કાલધર્મ પામતાં પૂ. ઉપાધ્યાય બાદ અચલગચ્છાધિપતિ E પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના પણ પરમ કૃપાપાત્ર બન્યા. nિ પરોપકાર, નિસ્પૃહતા, સરલતા, ભદ્રિકતા, વાત્સલ્યતા, લાગણી અને ક્ષમા જેવા સહજ ગુણોથી સ્વ-પરને સુવાસિત કરતાં BT ખૂબ લોકચાહના મેળવી. જયાં જયાં ચાતુર્માસો કર્યો ત્યાં ત્યાં શાસનપ્રભાવક આરાધના કરાવતા તેથી અતિ ખ્યાતિને પામ્યા
છે. વૃદ્ધાવસ્થાને કારણે પોતાના શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવાર સાથે છેલ્લા ૧૫ વર્ષથી તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની શીતલ છાયામાં રહી શાસન - ગચ્છની શોભા વધે તેવા જિનશાસનના કાર્યો કરી રહ્યા છે.
આ કલ્પસૂત્રની પ્રથમ આવૃત્તિ આજ પૂ. સાધ્વીજીની સતત પ્રેરણા અને માર્ગદર્શનથી પ્રકાશિત થયેલ જે શાસનસમ્રાટ અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞા અને આશીર્વાદોથી તે વખતે પૂ. મુનિશ્રી પર કલાપ્રભસાગરજી મ. સા. આદિ ઠાણા ૪ વર્ષો બાદ સર્વ પ્રથમવાર મુંબઈ પધારતા તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૩૩ માં મુલુંડ પE મુંબઈ મધ્યે સંઘવી શ્રેષ્ઠિવર્ય શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલા મોટા આસંબિયાવાલાના શુભ હસ્તે વિમોચન થયેલ.
આ બીજી આવૃત્તિ પણ વર્તમાન અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા., તથા આ ગ્રંથના સંપાદક, સંશોધક, સૌમ્ય સ્વભાવી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞા આશીર્વાદોથી પ્રકાશિત થઈ રહેલ છે.
પૂ. સાધ્વી શ્રી હરખશ્રીજી મ. સા. હાલ અચલગચ્છમાં સાધ્વી મુખ્યા, સંઘ સ્થવિરા રૂપે પાલિતાણા-લીલ ગગન ભવનમાં પર ૮૮ વર્ષની દીર્ધ વયે અને ૭૩ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયે વિદ્યમાન છે. તેઓની નિશ્રામાં પૂજ્ય સાધ્વી શ્રી રત્નશ્રીજી એ
સુંદર સંયમ જીવન આરાધનાપૂર્વક થોડા વર્ષો પહેલા સમાધિ સહ આયુ પૂર્ણ કર્યું. હાલમાં પૂજ્ય સાધ્વી શ્રી ચંદ્રોદયશ્રીજી, પૂજય સાધ્વી શ્રી જિનગુણાશ્રીજી તેઓની સુંદર વૈયાવચ્ચનો લાભ લેવા સહ નિર્મલ સંયમ જીવનની આરાધના કરી રહ્યા છે.
લિ. શ્રી મુલુંડ જે. મૂ. પૂ. જૈન સંઘ
LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCULULUCULLC
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang