________________
કલ્પસૂત્ર
DEFERRRRRRRRR
Jain Education International
છે. બધા જીવોને મૈત્રી, કરૂણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવે જોવાના છે. આ પર્યુષણ મહાપર્વ (5) માંડણી દર વર્ષે આષાઢી પૂનમથી પચાશમે દિવસે આવે છે. આ દશ કલ્પ પ્રથમ અને અંતિમ તીર્થંકરના
શ્રમણ શ્રમણીઓ માટે નીયત કહેલા છે મધ્યના બાવીશ તીર્થંકર દેવોના શ્રમણ શ્રમણીઓ માટે કૃતિકર્મ કલ્પ, શય્યાતર કલ્પ, વ્રત કલ્પ, જ્યેષ્ટ કલ્પ એ ચાર કલ્પ નિયત છે. અને અચેલક, ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસ કલ્પ તથા પર્યુષણ એ છ કલ્પ અનિયત છે. બાવીશ જિનના સાધુઓ જેવો જ આચાર મહાવિદેહ ક્ષેત્રના સાધુઓનો જાણવો.
પ્રથમ તીર્થંક૨ના વારાના જીવો સરલ અને અવિકસિત બુદ્ધિવાળા હોય છે. અંતિમ તીર્થંકરના વારાના જીવો સરલતા વિનાના અને અવિકસિત બુદ્ધિવાળા હોય છે. મધ્યના બાવીશ તીર્થંકરના વારાના જીવો સરલ અને વિકાસ પામેલી સગ બુદ્ધિવાળા હોય છે. એ કારણે પ્રથમ જિનેશ્વર,
અંતિમ જિનેશ્વર અને મધ્યના બાવીશ જિનેશ્વરોના વારાના શ્રમણ-શ્રમણીઓના આચારમાં તરતમતા રહેલ છે. પ્રથમ જિનના વારાના જીવોને ધર્મનું જ્ઞાન ઋજુ જડપણાને કારણે પ્રયત્નથી થાય છે. અંતિમ જિનના વારાના જીવોને વક્ર જડપણાને કારણે ધર્મનું પાળવું દુષ્કર હોય છે. મધ્યના બાવીશ જિનના વારાના જીવોને ઋજુપ્રાજ્ઞપણાને કારણે ધર્મનું સમજવું અને પાળવું સહેલું હોય છે. અહીં ઋજુજડ, ઋજુપ્રાજ્ઞ, વક્રજડની સમજ માટે દ્રષ્ટાંત કહે છે.
પ્રથમ જિનના શ્રમણોને સ્થંડિલ ભૂમિએથી પાછા આવતાં વધારે સમય થવાથી ગુરુએ કારણ પુછયું, શ્રમણોએ માર્ગમાં થતાં નટોના નૃત્યને જોવા ઉભા રહ્યા હતા એમ કહ્યું, ગુરુએ કહ્યું, સાધુઓથી નટોનું નૃત્ય ન જોવાય. શ્રમણોએ ક્ષમા માગી, ગુરુ આજ્ઞા સ્વીકારી. બીજી વાર એ જ રીતે સમય લાગવાનું કારણ પુછતાં શ્રમણોએ કહ્યું, નટડીનું નૃત્ય જોવા ઉભા રહ્યા હતા, ગુરુએ કહ્યું, નટનું નૃત્ય જોવાની તમને ના કરી હતી તો નટડીનું નૃત્ય વિશેષ રાગનું કારણ હોવાથી સાધુઓથી જોવાય કેમ ? શ્રમણોએ કહ્યું ગુરુદેવ ! અમે એ સમજી ન શક્યા, ભૂલની ક્ષમા આપો હવે આવું નહી કરીએ.
For Personal & Private Use Only
குகு
-
www.jainsltarary.c1fg