________________
કલ્પસૂત્ર
GEE
Jain Education International
પરિગ્રહ સમજે છે. એ કારણે મૈથુન વિરમણવ્રતને પરિગ્રહ વિરમણવ્રતમાં સમાવિષ્ટ કરી લે છે, તે માંડણી તથા રાત્રિભોજન વિરમણવ્રત પણ ઉત્તર ગુણમાં ગણાતું હોવાથી એમને ચાર મહાવ્રત જ હોય છે, જ્યારે પહેલા અને અંતિમ તીર્થંકરના વારાના સાધુઓને રાત્રિભોજન વિરમણવ્રત પણ મૂલ ગુણમાં ગણવાનું હોય છે, તેથી એમને પાંચ મહાવ્રત સાથે છઠ્ઠું રાત્રિભોજન વિરમણવ્રત પણ હોય છે એટલે છ વ્રત થાય છે. (૭) જ્યેષ્ટ કલ્પ :
મધ્યના બાવીશ તીર્થંકરના વારાના સાધુઓ ગૃહસ્થપણું છોડી દીક્ષા લે ત્યારથી જ નાના મોટા ગણાય છે, જેઓ પહેલાં દીક્ષા લે તે મોટા અને જે પછી દીક્ષા લે તે નાના ગણાય છે. એમને મોટી દીક્ષાની મર્યાદા નથી. પહેલા અને અંતિમ તીર્થંકરના વારાના સાધુઓ મોટી દીક્ષા લીધા બાદ નાના મોટા ગણાય છે, એમને મોટી દીક્ષા અવશ્ય લેવાની હોય છે. જેની મોટી દીક્ષા પહેલી થાય તે મોટો અને જેની મોટી દીક્ષા પછી થાય તે નાનો ગણાય છે. જો પિતા, પુત્ર, રાજા, પ્રધાન, શેઠ, ચાકર, માતા અને પુત્રી સાથે દીક્ષા લે તો લોક૨ીતિએ, પિતા, રાજા, શેઠ અને માતા મોટા છે તેમને પહેલા દીક્ષા આપી મોટા કરે, એ ભણવામાં પણ હોશિયાર હોય તો ગુરુ એમને વડી દીક્ષા પહેલી આપી મોટા કરે. પરંતુ ભણવામાં એઓ મંદ હોય તો તેમને સમજાવી ભણવામાં કુશલ પુત્ર, પ્રધાન, ચાકર અને પુત્રીને વડી દીક્ષા પહેલી આપી મોટા કરે. જો પિતા, રાજા, શેઠ અને માતા સમજાવ્યા છતાં સમજે નહીં તો ગુરુ એમને જ વડી દીક્ષા પહેલી
આપી મોટા રાખે.
(૮) પ્રતિક્રમણ કલ્પ :
પહેલા અને અંતિમ તીર્થંકરના સાધુ-સાધ્વીઓને દોષ લાગે કે ન લાગે તો પણ દેવસિક અને રાઇ પ્રતિક્રમણ સાંજે અને સવારે અવશ્ય કરવાના હોય છે. તેમ જ પાક્ષિક, ચાતુર્માસિક અને
સાંવત્સરિક પ્રતિક્રમણ પણ અવશ્ય કરવાના હોય છે. મધ્યના બાવીશ તીર્થંકરોના વારાના
For Personal & Private Use Only
தகுகும்
F
www.jainalarary.org/