________________
૧૯૦૭ ] ધાર્મિક હીસાબ તપાસણ ખાતું.
૨૫ ગામના પ્રમાણમાં રૂ. ૨૩૧) ની રકમ એકઠી થએલી તે રકમ દેરાસરની તીજોરીમાં મુકવામાં આવતી હતી. તે રકમ કોઈ અધર ઉપાડી લઈ ગયું છે તે આ ખાતાના અંગે કાંઈ પણ સીલીક નથી. ગામ માતર શ્રી (સાચા દેવ) સુમતિનાથ મહારાજના
દેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ અમે એ સદર ખાતાને હીસાબ સં. ૧૯૬ર ને તપાસવાની શરૂઆત કરી પણ તે સીવાય બીજી બીજી સાલના ચોપડાઓ તથા મીલકત વહીવટ કર્તા શેઠ લલુભાઈ સુરચંદ શ્રી અમદાવાદ હોવાથી જેવાને મલી નહી શકવાથી વહીવટ કર્તા હાજર હોય ત્યારે બીજી વખત ઉપર જોવાનું રાખ્યું છે.
આ દેરાસરજીના વહીવટ કર્તા શ્રી અમદાવાદ રહેતા હોવાથી અત્રે દેરાસરજીમાં તથા તેના વહીવટમાં કેટલીક અવ્યવસ્થા રહે છે જેથી આવતા જાત્રાળુઓને પુરતી સગવડ નહી હોવાની જાત્રાળુઓ ફરીયાદ કરે છે. વહીવટ કર્તા ગ્રહસ્થ પિતાના તનમન અને ધનથી વહીવટ ચલાવે છે તે માટે તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે અને આશા રાખીએ છીએ કે ઉપર જણાવેલી બાબત ઉપર પુરેપુરું ધ્યાન આપી યોગ્ય બંદેબસ્ત કરશે. છલ્લે ખેડા તાબાના ગામ મહીજ મધે આવેલા શ્રી શાંતિનાથજી
મહારાજના દેરાસરજીનો રિપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ ત્રીભોવનદાસ મોતીચંદ તથા શેઠ બલાભાઈ પુરતમદાસના હસ્તકને હીસાબ સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આશો વદ ૦)) સુધીનો અમોએ તપાસ્યા છે. તે જોતાં અત્રેના દેરાસરજીનું નામું અસલની રૂઢી પ્રમાણે રાખવામાં આવ્યું છે. પરંતુ બરોબર નામાની વ્યવસ્થા રાખવામાં આવી નથી.
દેરાસરના રૂપમાં પ્રથમ સંઘમાં વ્યાજે ધીરવામાં આવેલા તેમાંના કેટલા એક આસામીઓ નરમ પડવાથી રૂપીઆ આપી શકયા નથી. માટે તેવી રીતે નાણાં ધીરવાને રીવાજ બંધ પાડી જંગમ તથા સ્થાવર મીલકત ઉપર આપી વ્યાજ ઉપજાવવું જોઈએ.
- આ ગામમાં જેનેનાં ઘર ૧૫-૨૦ હેવા છતાં ઉપાશ્રયની જોગવાઈ બીલકુલ નથી તે તે થવી જોઈએ. ગામ મહીજ મધેના શ્રી ખેડાં ઢેર પરબડી તથા કુતરાંના
રોટલા ખાતાનો રિપોર્ટ. સદરહુ ગામના (ખોડાઢેર, પરબડી કુતરાં) ખાતાને હીસાબ વહીવટ કરતા શેઠ. મફતભાઈ દલાભાઈ હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આસોવદી ૦)) સુધીને તપાસ્યા છે તે જોતાં આખાતાના નામાની વ્યવસ્થા બરોબર રાખવામાં આવી નથી તેમ ઢોરની પણ બરોબર માવજત રાખવામાં આવતી નથી તેમાં સુધારે થવાની ખાસ જરૂર છે. છલે ખેડા તાબાના ગામ લોહાલી મધે શ્રી શાંતિનાથજી
મહારાજના દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શા. મગનલાલ મલુકચંદ તથા શા. મગનલાલ ધરમચંદના હસ્તકને સંવત ૧૫૯ થી સંવત ૧૯૬રના આવી