________________
છે
જ
- જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી. દેખરેખ રાખે છે. નંબર એકના વહીવટ કર્તા પિતાના વડવાનું નામ સદાકાળ કાયમ રાખવા પિતાને મળતો હક તથા વેપાર કરવા જોઈતી મદદ આપી ગામમાં એક જૈન ગૃહસ્થ રાખવા પ્રયત્ન કરે છે ને વહીવટની તેમજ દેરાસરજી માટે જે લાગણી ધરાવતા જોવામાં આવે છે તે માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. | ગામ સરખેજ મધે આવેલા શ્રી વાસુપૂજ્ય સ્વામી
મહારાજના દહેરાસરજીને રીપોર્ટ. ગામ સરખેજ મધે આવેલા સદર દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. મગનલાલ ગુલાબચંદ, તથા શા. રતનચંદ રાઘવજી તથા શા. મુળચંદ દેવચંદ હસ્તકને સંવત ૧૫૯ થી સં. ૧૯૬૨ સુધીને હીસાબ અમે તપાસ્યો છે તે જોતાં વહીવટ કર્તાઓએ નામુ અસલની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે. આ ગામમાં મુનિ મહારાજનું અવિાગમન વધારે છે, પણ ઉપાશ્રય પડી ગયેલ તેમજ સાધારણના મકાને જીર્ણ હોવાથી સાધુ સાધ્વીજીને ઉતરવાની પુરી અડચણ પડે છે, તેમજ જૈન ગૃહની જુજ વસ્તી હોવાથી હાલ જે લાગો છે તેથી વિશેષ થઈ શકે તેમ નથી, ને શ્રી દહેરાસરજીના ખર્ચમાં ટેટ આવે છે તે ઊપર શ્રીમંત જૈન ગૃહસ્થોનું ધ્યાન ખેંચીએ છીએ.
આ ખાતાના વહીવટ કર્તા શા. રતનચંદ રાઘવજીના ચિરંજીવી ભાઈ મણલાલ દહેરાસરજી તથા ખાતાની પુરેપુરી દેખરેખ રાખે છે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને વહીવટમાં શા. રતનચંદ રાઘવજી તથા તેમના ચીરંજીવી સીવાય બીજા બે વહીવટ કર્તા ગૃહસ્થ વડવટ ઉપર બરાબર ધ્યાન આપતા નથી તે બહુ દીલગીર થવા જેવું છે. ગામ બીડજના શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજજીના દેરાસરને રીપોટ
સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ ઉમેદચંદ, મુલચંદ તથા શેઠ કેવળદાસ સુંદરજીના હસ્તકને સં. ૧૫૯ થી સં. ૧૮ર ના આસો વદ ૦)) સુધીને હીસાબ તપાસ્યું તે જોતાં અત્રેના વહીવટ કરતા દેરાસરની કઈ રીતે આશાતના ન થાય તેવી રીતે પુરેપુરી કાળજી રાખે છે તે જોઈ ઘણે આનંદ થાય છે દેરાસર ગામના પ્રમાણમાં ઘણું સરસ અને સુશોભિત છે.
આ દેરાસરમાં સં. ૧૯૬૨ ની સાલમાં તીજોરીમાંથી એક અમુક રકમ ઉપડી ગઈ છે તેની પુરેપુરી તપાસ થવાની ઘણી જ અગત્ય છે.
બેડર કુતરાં પરબડી ખાતાને રીપોર્ટ – સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શેઠ ઉમેદરામ કુલચંદ તથા શેઠ મોતીરામ પુલચંદના હસ્તકને સં. ૧૯૫૯ થી ૧૯૬૨ ની સાલ સુધીને હી
તાક્યું . જોતાં આતામાં કોઈ લાંબી મુડી જેવામાં આવતી નથી. તે પણ