________________
જેનહિતરછુ. કરનાર તરફ હયાતી ધરાવતી છૂપા વૈરની લાગણીનું પ્રકટીકરણ માત્ર છે, નહિ કે કોઈ અવ્યાબાધ સત્ય છે. - સમાજ વેશ્યાને બહિષ્કાર કરે છે અને તિરસ્કારે છે. શા માટે? સમાજે એક પુરૂષને એક સ્ત્રીને કબજે અને એક સ્ત્રીને એક પુરૂષને કબજો આપેલ છે; વેસ્થાની હયાતી સમાજની સ્ત્રીઓમાં નિરંકુશતાને ચેપ લપાડનાર થઇ પડે એવો સમાજને “ભય” છે. આજે ગમે તેવો નમાલો પુરૂષ ૫ણું સમાજની નીતિ’ના આશ્રયને લીધે એક સ્ત્રીને લઈ પોતાનું ઘર બનાવી શકે છે અને તે સ્ત્રીને ગમે તેટલે અસંતોષ અને અન્યાય મળતો હોય તો પણ હેના નિર્માલય પતિને સમાજબંધારણ (એટલે કે સમાજે બાંધેલી નીતિ) રક્ષણ આપે છે. એ રક્ષણને વેશ્યાની હયાતી ભય રૂ૫ છે. માટે જ, જીદગી પતિની સ્ત્રીની માલિકીની ભાવના ( અર્થાત “લગ્નને
વ્યવહાર') વસ્થાની ભાવનાને (અર્થાત સ્ત્રી-પુરૂષના સંબંધ વિષયક સ્વાતંત્ર્યની ભાવનાને) “ભય” ની નજરથી જુએ છે; અને ભય તિરસ્કારનું રૂપ લે છે, તિરસ્કાર કાનુન રચે છે અને ગુન્હો તથા
દંડ” એવા શબ્દો ઘડે છે. “ગુન્હ ” એ મનુષ્યના એક વગે બીજો વર્ગના જે કૃત્યથી પોતાની હયાતી મુશ્કેલીમાં આવી પડે તેવા કૃત્યને પોતે આપેલું ( ર્યાદ પક્ષે આપેલું–સ્વાર્થી પક્ષે આપેલું) નામ ( concept=ભાવના) છે. અને એક પક્ષે બનાવેલી એ ભાવના હેઈ સત્ય હોઈ શકે જ નહિ. - “ગુન્હ” એ જે “સ્થીર સત્ય” નથી તો “દંડ” કે જે
ગુન્હા” ની ભાવનામાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે તે કોઈ રીતે “સત્ય” હેઈ શકે નહિ.
“ગુન્હા” ની ભાવનાનું કોઈ સ્થીર-ચોકસ–સ્વરૂપ નથી. એક કાળે અમુક કાર્યને ગુન્હ ગણાય છે, બીજા કાળમાં તે જ કાર્યને સગુણ મનાય છે. એક જ કાળમાં પણ એક પ્રજા જે કાર્યને ગુન્હો માને છે હેને જ બીજી પ્રજા સદગુણ કે નીતિ માને છે. ગુહે ” બદલાતી ભાવના છે તેમજ ગુન્હામાંથી જન્મ પામતી “દંડ” કે “શિક્ષાની ભાવના પણ બદલાતી” છે. એક વખતે ઈજ કરનાર વ્યક્તિને ઈજા પામેલી વ્યક્તિ પોતે “શિક્ષા” કરતી; આજે એમ કરવું એ “ગુન્હો ” ગણાય છે, અને “શિક્ષા કરવાની સત્તા રાજ્ય એકહાથ કરી છે.