________________
નીતિ, ગુન્હ, કાયદઃ એ શું છે?
૩
ઇસ્પીતાલમાં નસ્તર મુકનારે ડાકટર પણ હશે જ, અને પાટા બાંધનારી, પંપાળનારી તથા વિનામૂલ્ય ખાણું આપનારી “નસ’ પણ હશે જ; ડાકટરને દૂર કરવાથી ઈસ્પીતાલ રહેશે નહિ. રોગની હયાતી છે યહાં સુધી ડાકટર અને નર્સ બન્નેની હયાતી આવશ્યક છે. રોગરહીત બનેલો મનુષ્ય ડાકટર તેમજ નર્સની આવશ્યકતા ઉપર હસી શકે છે.
પરંતુ આશ્ચર્ય તે એ વાતનું છે કે આજે રેગી, ડાકટરની હયાતી પર દાંતી કરે છે !—-અનીતિ', “બુરું,”“બેટું', “દુઃખ” એ સર્વની હયાતી જ ન જોઈએ એમ આજે ખુદ બીમારી દુનિયા -ખુદ ગુન્હેગાર દુનિયાબક્યા કરે છે! અંગ્રેજો યુદ્ધ જગાડનાર જર્મન શિરદારેને “ગુન્હેગાર’ ઠરાવી શિક્ષા કરવા માંગે છે; જજે
ચોર” અને “લૂટારા”ને “ગુન્હેગાર ઠરાવી સજા કરવા ઈચ્છે છે; સમાજ વેશ્યાને તેમજ પુનર્લગ્ન કરનારને અને સમાજના અને ન્યાન્ય “ કાયદા” કે “નાતિ’ને ભંગ કરનારને સજા ફરમાવે છે. આ બધા એમ ધારતા જણાય છે કે એ સજાથી તેઓ દુનિયામાંથી અનીતિ, બુરું, ખોટું, દુઃખ ઇત્યાદિની એક બાજુ-નિર્મળ કરી શકશે. અનાદિ કાળથી “સા' કરવાનું ચાલુ હોવા છતાં હજી સુધી તે આ ચીજ નિમેળ થઈ શકી નથી, કદાચ વધતી જતી જણ છે –છતાં માણસ, “સજા કરવાની નીતિ' રૂપી ભ્રમણને ત્યાગ કરી શક નથી ! “સજા” રૂપી કાર્યનું આટલા કાળનું પરિણામ જોતાં ખાત્રી થાય છે કે, “સજા” એ કોઈ “સ ય’ નથી પણ છૂપા વૈરની તૃપ્તિ માટેની લાગણીનું પ્રકટીકરણ છે.
અને એ વ્યાખ્યા ઉડે વિચાર કરનારને સત્ય જ જણાશે. ચોરીને “ગુન્હ” ઠરાવી ચેરને “સજા' કરવાની ઇચ્છા મનુષ્યને કેમ થઈ? હારે “માલકી” ની ભાવના સમાજમાં દાખલ થઈ હારે મિલકતના રક્ષણ માટે મનુષ્યને “ચોરી” એ “ગુન્હો ” છે એમ ઠરાવવું પડયું. અને તે પણ કેણે ઠરાવ્યું ?જેઓ પાસે મિલકત છે એવા વગે. જહેમની પાસે મિલકત નથી એવા વગે તે માલેકીની ભાવનાને જ “ગુન્હા” માન્યો અને જેમ મિલકતવાળાઓ ચોરી માટે
સા” કરવા લાગ્યા તેમ મિલ્કત વગરના માલકીની ભાવનાવાળાઓને લૂટીને એ રીતે હેમને “સજા' કરવા લાગ્યા. બને એકબીજાને સજા” કરે છે. હવે સજા એ શું તત્વ છે તે વિચારવું સહેલું થઈ પડશેઃ સા એ મનુષ્યના માનેલા સુખમાં આડખીલ