Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
- શ્રી આનંદઘનજી ૨ આત્માની નિર્મળતાનું સહજ સ્પંદન પ્રગટાવનારો શબ્દપિંડ...
આબુની પર્વતમાળામાં ગુંજતો પ્રભુને પામવાનો પોકાર.. આજે સબ્દસ્વરૂપે શ્રી સંઘના ચરણોમાં અર્પણ થાય છે... એ ઉત્સવસ્વરૂપ છે...
હદયનયન નિહાળે જગઘણી એ યોગીરાજ આનંદઘનજીના જ સ્તવનની એક પંક્તિના શીર્ષક હેઠળ આત્માના શુદ્ધસ્વરૂપને સ્પષ્ટ કરતી... અને પરમતત્વને પામવાની અભિપ્સાને આકાર આપતી. આ અનુભવવાણી અનેક સાધકોના આધારરૂપ અને સાધના પથની માર્ગદર્શિકાસ્વરૂપ છે.
‘ઋષભ જિનેસર પ્રીતમ મોહરો’ના પ્રેમના ઉત્કટ ભાવોથી આરંભાતી. આ અનુભવધારામાં એક પછી એક જિનેશ્વરોના સ્તવનોના માધ્યમથી સાધના માના આખા ક્રમને જાણે સહજતાથી પ્રગટ કરવાનો અનુભવ થાય છે...
પૂજ્ય પન્યાસજી ભગવંત શ્રી મુનિદર્શનવિજયજીનું અંતર્મુખ વ્યક્તિત્વ એ એમની લાક્ષણિકતા છે. આત્મા સિવાયની વિભાવદશાથી દૂર રહેવા મથતાં તેઓ સતત જ્ઞાનની ઘારમાં પોતાના આત્માને અને સકળ શ્રી સંઘના જે જે ક્ષેત્રમાં રહેલા યોગ્ય જીવો ને સંયમ યાત્રા દરમ્યાન પઘારે ત્યારે એના મીઠા રસપાન કરાવી રહ્યાં છે.
એના જ મઘુરા પરિણામ રૂપે આ મૂલ્યવાન વચનો એના વિવિધ અર્થો સહ આપણી વચ્ચે પધારી રહ્યા છે. ઈલ અંધેરી શ્રી શ્રેયસ્કર જૈન સંઘ, ગોવાલિયા ટૅક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવન તથા શ્રી વાસુપૂજ્ય જૈન સંઘ માટુંગા.... આના સેજિંદા પ્રવચનોના પ્રસાદથી રળિયાત બન્યો છે....