Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
ઉત્સર્ગ-અપવાદ એ બે ક્રિયાનયના ભેદ હોવા છતાં, ઉત્સર્ગ સાપેક્ષ વ્યવહાર એટલે આજ્ઞા સાપેક્ષ વ્યવહાર ન હોય તો, સાધના લોકસંજ્ઞામાં તણાવા રૂપ પણ બની શકે છે. નિશ્ચયની સાધ્યશુદ્ધિ તથા વ્યવહારથી સાધનશુદ્ધિ પર ભાર મૂકતો જ્ઞાનનય કહે છે; જો સાધ્યશુદ્ધિ નથી તો સાધના કોની કરવાની ? વર્તમાનકાળે સાધન અને સાધના પરનું તીવ્ર વલણ ધરાવનાર માટે સાધ્યની દીવાદાંડી બતાવી આપનાર આ ગ્રંથ, સમયોચિત સર્જન ગણી શકાય.
સાધકને હેતુ તથા અમૃત અનુષ્ઠાનની બક્ષીસ આપવામાં, ગ્રંથનું ગૌરવ મુખ્ય બની રહે તેમ છે. સવાસો ગાથાના સ્તવનમાં ૫. પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કહ્યું છે.
અધ્યાત્મ વિષ્ણુ જે ક્રિયા તે તો તનુમલ તોલે, મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે...
આ અધ્યાતમ શબ્દ આત્મપરિણામની ઉત્તરોત્તર વિશુદ્ધિ સ્વરૂપ છે. તેને સાત નયથી વિચારતાં સાધકને સાધનાનો તાળો મળી શકે તેમ છે.
૧) સામાન્યગ્રાહી નૈગમનયના મતે, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ, લોક, સુખ, દુઃખ, મોહ, જુગુપ્સા, શોકના ક્ષયોપશમરૂપ આત્માના શુદ્ધાશુદ્ધ પરિણામને, અધ્યાત્મ સમજવું.
બ) વિશેષગ્રાહી નૈગમનયની અપેક્ષાએ-મૈત્રી, પ્રમોદ કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાસ્વરૂપ આત્મપરિણામાદિને, અધ્યાત્મપરિણામ જાણવો.
૨) સત્તાગ્રાહક સંગ્રહનયના મતે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયાદિ ભાવરૂપ આત્માના સમ્યક્ત્વ ગુણના લક્ષણરૂપ આત્મપરિણામને, અધ્યાત્મ જાણવું.
=
૩) લોક પ્રસિદ્ધ અર્થને ગ્રહણ કરનાર વ્યવહારનયની દૃષ્ટિએહિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહરૂપ પાંચ આશ્રવભાવની વિરતિના પરિણામ તેમ જ પ્રવૃત્તિ રૂપ આત્મપરિણામને, અધ્યાત્મ ગણી શકાય.
૪) વર્તમાનગ્રાહી ઋજુસૂત્રનયની દૃષ્ટિએ- બાધકના ત્યાગપૂર્વક, આત્માર્થસાધક ઉપયોગપરિણમનને, અધ્યાત્મ કહી શકાય.
૫) શબ્દાર્થગ્રાહી શબ્દનયની દૃષ્ટિએ - શાસ્ત્રસાપેક્ષ હેયોપાદેયતામાં