Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નીતિસૂરિસન્નુરૂભ્યો નમઃ
-યટમની પ્રાતિનું થાય
પરમની તલપવાળા યોગીરાજ શ્રી આનંદઘનજી મ.સા. ની પરાવાણીને આપણા સુધી પહોંચાડનાર આ ગ્રંથ, સાધક માટે મૂલ્યવાન પાથેય બની રહેશે; એ નિર્વિવાદ હકીકત છે.
પ્રસ્તુત ગ્રંથ; સાધક, સાધન, સાધ્યનું સ્વરૂપ સ્પષ્ટ બતાવનાર હોઈ તેનું મુલ્ય વધી જાય છે.
પર્યાયની વિશુદ્ધિમાં તથા લબ્ધિની પ્રાપ્તિમાં ન અટવાતા ઘુવતત્ત્વનું આલંબન લેવા માટે સાધકને સુસજ્જ બનાવતો આ ગ્રંથ છે. તો બીજી બાજુ ઉત્સર્ગ-અપવાદ; નિશ્ચય-વ્યવહાર; જ્ઞાન-ક્રિયાનું યથાર્થ સાયુજ્ય કરી સાધનાને સંવાદી બનાવે છે.
શુષ્ક નિશ્ચય તથા જડ વ્યવહારને જવાબ આપતો આ ગ્રંથ છે. ગ્રંથ દ્વારા એટલું સ્પષ્ટ થાય છે કે,
નિશ્ચયનયથી સ્વદ્રવ્ય જ સ્વપર્યાયનો કર્તા છે પરંતુ વિવક્ષિત દ્રવ્ય ઈતર દ્રવ્યના પર્યાયનું કરણકારક અવશ્ય છે જ. તેથી ઉપચાસ્થી કર્તા છે. વ્યવહારનય પણ સત્યાંશગ્રાહી છે. સીધે સીધા ઉપાદાનમાંથી કાર્ય નિષ્પન્ન થતું નથી પણ નિમિત્તાદિ સહકારી કારણોથી લવાયો છે ભાવનો અતિશય જેમાં તે ઉપાદાન, કાર્ય માટે સમર્થ બને છે.
' ઉપાદાન + નિમિત્તનો યોગ થતાં સંસ્કારોનું આધાન કાલાનુક્રમે થતાં કાર્ય તૈયાર થાય છે. કાર્યને નિકટ થવાની પરિણતિ ઉપાદાનમાં નિમિત્ત દ્વારા તત્સમયની પર્યાયની યોગ્યતાએ આવે છે.
વળી સાધક જ્યારે હતાશ થઈ જાય, ત્યારે આ ગ્રંથ પીઠ પર હાથ પસવારી સાંત્વન પણ આપે છે, કે કાર્યાભિમુખ પરિણતિ હોય ત્યાં વિલંબ, એ વિલંબ નથી પણ સહકારી છે, પ્રતિબંધક નથી.