________________
ભણાવ્યો, પરણાવ્યો અને તેની યોગ્ય ઉમ્મર થતાં બધે ભાર તેના પર મૂકી ધર્મારાધન કરવા માટે “ ગુરૂમહારાજ પધારે તે ઠીક ” એમ ઈચ્છવા લાગ્યા. ગુરૂમહારાજ ધર્મરૂચી અણગાર ત્યાં પધાર્યા. ધમ્મિલ વિગેરે વાંદવા ગયા. ગુરૂમહારાજે ધર્મદેશના આપી. ધમ્મિલે પૂર્વભવ પૂ. ગુરૂએ કહી બતાવ્યો. તે સાંભળી ધમ્મિલને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ધમ્મિલે ગૃહભાર પદ્મનાભને ભળાવી યશોમતિ ને વિમળા સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. --
ચારિત્રનું સારી રીતે આરાધના કરી, પ્રાંત અણુસણ આદરી, આયુષ્યની સમાપ્તિએ કાળ કરીને ધમ્મિલ અમ્યુરેંદ્રના સામાનિક દેવ થયા. બે સ્ત્રીઓ પણ ત્યાંજ દેવપણે ઉત્પન્ન થઈ. આયુ પૂર્ણ થયે ત્યાંથી એવી મહાવિદેહમાં મનુષ્યપણે જન્મ ધારણ કરી અવસરે ચારિત્ર લઈને પ્રાંતે મોક્ષ સુખને પામશે. આ પ્રમાણે આ ચરિત્રને સાર છે. વિશેષ તો આ ચરિત્ર સાદ્યત વાંચવાથી જાણી શકાશે. તેથી અહીં આ રહસ્ય સમાપ્ત કરવામાં આવે છે. બુકમાં પ્રાતે પૃષ્ટ ૪૧૫–૧૬ ઉપર આપેલ રહસ્ય પણ વાંચીને મનન કરવા ગ્ય છે. ઈત્યલમ.
ઈતિ ધમિલ ચરિત્ર રહસ્ય સમાપ્ત.
મ
.
s
ન
પર
-