________________
ધમ્મિલ ચાલતાં ચાલતાં એક કરબટ નામના ગામ પાસે આવ્યો. ત્યાંનો રાજા વસુદત્ત જે ચંપાપતિને ભાઈ થતા હતા તેની પુત્રી વસુમતિને તેનો વ્યાધિ મટાડીને પરણ્યો. પછી ચંપાપતિ સાથે વસુદત્તને સલાહ કરાવવા તે ચંપાપુરી ગયા. ત્યાં નગરમાં પેસતાં લેકેને દરબારને હાથી છુટી જવાથી હાલકલ્લોલ સ્થિતિમાં જોયા. અને સાગરદત્ત શ્રેષ્ઠીપુત્રને આઠ કન્યા સાથે પરણવા જતો દીઠે. એટલામાં ઉન્મત્ત થઈને છુટેલે હાથી ત્યાં આવી પહોંચ્યું, એટલે ભાગનાશ થઈ રહી. સાગરદત્ત કન્યાઓને ત્યાં જ છેડીને નાશી ગયો. ધમ્મિલકુમારે હાથીને વશ કર્યો અને તેના સપાટામાં આવેલી આઠ કન્યાઓને બચાવી લીધી. હાથી માવતને સોંપી દઈ તે રાજસભામાં આવ્યો. રાજા પોતાના જામાતાને આવેલ જાણીને તેમજ હાથીને તેણે વશ કરેલ જાણુને બહુ ખુશી થયો. તેણે ધમ્મિલને પૂર્ણ સત્કાર કર્યો. ધમ્મિલ ત્રણે સ્ત્રીઓને મળ્યો. અશ્વહરણ પછીની હકીકત કહી બતાવી. પછી પેલી આઠ કન્યા પણ સાગરદત્તને ન પરણતાં ધમ્મિલ સાથે પરણી. ધમ્મિલે ચંપાપતિને તેના ભાઈ સાથે સલાહ કરાવી દીધી. તેણે તેની પુત્રીને ચંપાપુરીએ મોકલી.
એક દિવસ ધમ્મિલ પોતાના મહેલમાં હીંચકો હતા. ત્યાં આકાશમાંથી એક વિદ્યાધરી વિઘુલ્લતા ત્યાં ઉતરી અને પોતાની ઓળખાણ આપ્યા બાદ “ ખડગસાધકને હણ્યા બાદ કેમ ભાગી ગયા ? ” એમ બૅમિલને પૂછ્યું. ધમિલે ધોળી ધ્વજા જેવાનું કારણ કહ્યું. તેણે મિત્રસેનાની તે ભૂલ થયેલી હતી એમ જણાવ્યું. પછી ધમ્મિલની આજ્ઞાથી તે અઢારે વિદ્યાધરીઓ માતાપિતા સાથે ત્યાં આવી અને ધમ્મિલે તેની સાથે પાણીગ્રહણ કર્યું. પછી કુલ ત્રીશે સ્ત્રીઓ સાથે ધમ્મિલ ત્યાં આનંદથી રહેવા લાગ્યો.
અન્યદા વિદ્યુમ્મતિએ વિમળાને પતિપર પાદપ્રહારનું કારણ પૂછ્યું. તેણે “આવા પતિને પ્રાપ્ત કરી આપનાર તે પગની તમે બધા પૂજા કરો” એમ કહી આનંદ કરાવ્યો. પછી વિમળાએ ધમ્મિલને વસંતતિલકાનું વૃત્તાંત પૂછયું. ધમ્મિલે કહી બતાવ્યું. એટલે પતિની આજ્ઞા મેળવીને વિદ્યુમ્નતિ વસંતતિલકાને ખબર આપવા આકાશમાર્ગે કુશાગ્રપુર ગઈ. ત્યાં વસંતસેના ને વસંતતિલકા વચ્ચે થતી વાત તેણે પ્રચ્છન્નપણે સાંભળી. પછી પ્રગટ થઈને વસંતતિલકાને ધમ્મિલના બધા ખબર આપ્યા. ત્યાં વાત કરતાં યશોમતિની વાત નીકળી. તેની દુઃખદાયક અવસ્થા વિદ્યુમ્મતિએ જાણી. પછી તે બંનેને પતિનો સત્વર મેળાપ કરાવી આપવાનું કહી તે ચંપાપુરી પાછી આવી. અને બધી સ્ત્રીઓ સહિત ધમ્મિલને તે વાત કહી બતાવી. ધમ્મિલે કુશાગ્રપુર જવાની તરતજ તૈયારી કરી.