________________
૧૧
યોગ્ય વર પ્રાપ્ત થવા સ્વયંવર મંડપ રચ્યો. તેમાં ધમ્મિલને પણ આમંત્રણ કર્યું. કપિલાએ ધમ્મિલના કંઠમાં વરમાળ આરોપી. રાજાએ મહોત્સવ સાથે તેને ધમ્મિલ સાથે પરણવી. પછી રાજાએ આપેલા મહેલમાં કપિલા ને નાગદત્તા સાથે તે રહેવા લાગ્યો.
| વિમળાને ધમ્મિલનો તિરસ્કાર કર્યા પછી પારાવાર ખેદ થયો. તે બહુ પશ્ચાત્તાપ કરવા લાગી. ધમ્મિલને પણ તેનું સ્મરણ થયા કરતું હતું. એક દિવસ ધમ્મિલ હાથી ઉપર બેસીને શહેરમાં ફરવા નીકળ્યો. વિમળાવાળા મકાન પાસે આવતાં હાથી ભાણે. વિમળાએ નીચે આવીને પતિને વધાવ્યા. ધમ્મિલે તેને હાથી ઉપર ખેંચી લીધી અને રાજાએ આપેલા મહેલમાં લાવીને નાગદત્તા ને કપિલાની સાથે રાખી. ત્રણે આનંદથી સાથે રહેવા લાગી.
એક દિવસ રાજાને કોઈએ ભેટ કરેલા વક્રગતિવાળા અશ્વ ઉપર બેસી ધમ્મિલ ફરવા નીકળે. નગર બહાર જઈને અશ્વને દોડાવ્યા પછી ઉભે રાખવા લગામ ખેંચી, તેમ તો તે બહુ જ દોડ્યો, અને એક અટવીમાં ધમ્મિલને લઈ ગયો. ધમ્મિલે રાશ ઢીલી મૂકી એટલે તે ઉભો રહ્યો. ધમ્મિલ નીચે ઉતરી આજુબાજુ ફરવા લાગ્યો. ત્યાં તેણે એક ખગ્ર દીઠું, પણ તે તેજસ્વી વિધારે હોવાથી કોઈ ખેચર ભૂલી ગયેલ હશે એમ તેણે સંભાવના કરી. પછી ખ હાથમાં લઈને પાસેની વંશજાળ ઉપર ચલાવ્યું. તેટલામાં તો એક વિદ્યાસાધકનું મસ્તક શરીરથી છુટું પડેલું તેની નજરે પડયું. તે જેઈ ધમ્મિલને પારાવાર પાશ્ચાત્તાપ થયો. પછી તેના સંબંધવાળું કોઈ આટલામાં હશે એમ ધારી તે ફરવા લાગ્યો. એટલામાં એક વાવમાંથી એક વિદ્યાધરી નીકળી. તેને ધન્સિલે “તું કોણ છે ?” એમ પૂછયું, તેના ઉત્તરમાં તેણે કહ્યું કે- વૈતાઢય ઉપર શંખપુરમાં રાજ્ય કરનારા પુરૂષાનંદ રાજાને બે પુત્રીઓ છે ને એક પુત્ર છે. તે પુત્ર જેના હાથથી મરાશે તે બે પુત્રીઓને વર થશે એમ જ્ઞાનીએ કહ્યું છે. તે કામેન્મત્ત રાજપુત્ર ૧૬ વિદ્યાધર પુત્રીઓને હરી લાવ્યો છે અને તેની બે બહેનો તથા ૧૬ કન્યાઓને એક મહેલ બાંધીને અહીં રાખી છે. તે વિદ્યા સાધવા ગયેલ છે, ને હવે તરતમાં જ તેને ચંદ્રહાસ ખડ્ઝ સિદ્ધ થવાનું છે. આ હકીકત સાંભળ્યા પછી ધમિલ કુમારે કામોન્મત્ત પિતાથી હણાયાનું કહ્યું. એટલે તે મિત્રસેનાએ કહ્યું કે તમે અહીં થોભાઓ. હું અમારા સ્થાનમાં જઈ તેની બહેને વિગેરે સૌને વાત કરી સૌ રાજી થાય તો તમને આવવા માટે લાલ ધ્વજા ઉંચી કરીશ અને જે સૌ નારાજ થશે તો વેત ધ્વજા ચલાવીશ. તે આપ ચાલ્યા જજો. ” તેના ગયા બાદ ધમ્મિલ ત્યાં ભાણો. થોડા વખત પછી વેત ધ્વજા દેખાતાં તે ત્યાંથી ચાલી નીકળ્યો..